SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૧-૨ ] જન રાજાઓ [૧૧] કરી હતી. ચાણક્ય તેને ઉપાય શોધવા લાગ્યું. એક દિવસ તેણે ચંદ્રગુપ્તની રમત જોઈ અને તેની પાસે જઈ દાન માગ્યું. બાલકના રાજા ચંદ્રગુપ્ત એક રાજાની જેમ ચાણક્યને સંગે એટલું જ નહીં પણ તેના ઉપર એક રાજવી તરીકેની છાપ પાડી. તપાસ કરતાં ચાણક્યને માલુમ પડયું કે આ બાળક તે જ છે જેને પોતાને સેપવાની શરત તેના માતા-પિતાએ કરી હતી. આથી તેના આનંદનો પાર ન રહ્યો. આ બાળક દ્વારા પિતાની પ્રતિજ્ઞા સફળ થવાનાં સ્વપ્ન તે જોવા લાગ્યો. તેણે એક સૈન્ય ભેગું કરી અને ચંદ્રગુપ્તને પિતાની સાથે લઈ એકાએક પાટલીપુત્ર ઉપર છાપે માર્યો, પણ તેમાં તે બિલકુલ ન ફાવ્યું, અને પિતાને અને ચંદ્રગુપ્તને જીવ બચાવે પણ ભારે થઈ પડ્યું. છેવટે મહામુસીબતે એ બંને જણા એક ગામમાં જઈ પહોંચ્યા. ત્યાં એક ડોસી પાસેથી જાણવા મળ્યું કે “ચાણક્યે આસપાસના રાજાઓને સાધ્યા વિના પાટલીપુત્ર ઉપર ચઢાઈ કરી, તેથી તેને માર ખાઈને ભાગવું પડયું.' બસ, ડેસીમાના આ નીતિવાક્યના આધારે ચાણક્ય પિતાને ભવિષ્યને માર્ગ નકકી કરી લીધો. તે ચંદ્રગુપ્તને સાથે લઈ હિમાલયના પ્રદેશમાં ગયો અને ત્યાંના પર્વત રાજા સાથે એવી શરત કરી કે“ચાણક્યની બુદ્ધિ અને પર્વતનું સિન્ય એ બે વડે નંદને હરાવી જે રાજ્ય મળે તે બન્નેએ અડધોઅડધ વહેંચી લેવું.” હવે ચાણક્યના પગમાં જેર આવ્યું. તેણે બીજા નાના નાના રાજાઓને સાધવાને પ્રયત્ન આર. આ દરમિયાન ઈ. સ. પૂર્વે ૩૨૬માં યુનાનને બાદશાહ મહાન સિકંદર ઇરાન જીતી ભારત ઉપર ચઢી આવ્યો અને પંજાબને પ્રદેશ પિતાના કબજે કર્યો. ચંદ્રગુખે આ તકને લાભ લઈ એ પ્રદેશની પ્રજાને સ્નેહ મેળવ્યું અને એ પ્રજાને પિતાની સ્વતંત્રતા જાળવવા સામને કરવા ઉશ્કેરી એક સૈન્ય તૈયાર કર્યું. એ સૈન્ય સિકંદરને પરાજય કર્યો. પછી એ વિજયેન્મત્ત સૈન્ય સાથે તેણે પાટલીપુત્ર તરફ કુચ કરી. આ યુદ્ધયાત્રામાં પર્વત રાજાને અને ચાણક્યની યુક્તિબાજ બુદ્ધિને સહકાર હતા. તેણે પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું અને નંદરાજાને નાશ કર્યો. જો કે શરત પ્રમાણે પર્વતરાજ અડધા રાજ્યને હકદાર હતા, છતાં ચાણક્યની કુટનીતિને ભેગ બની તે મરણ પામ્યા અને એ રીતે વીરનિ. સં. ૨૧૫ લગભગમાં ચંદ્રગુપ્ત પાટલીપુત્રને સર્વેસર્વા બ. સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યકાળ માટે નીચે પ્રમાણે ભિન્ન ભિન્ન મત મળે છે? ૧ વીરનિ. સં. ૨૧૫માં મૌવંશનું રાજ્ય શરૂ થયું. (પ્રાચીનગાથાઓ, તપગચ્છપટ્ટાવલી પૃ. ૪૬, વિવિધ તીર્થ કલ્પ ૫૦ ૩૮) ૨ વારનિ. સં. ૧૫૫માં ચંદ્રગુપ્ત રાજા થયો. (પરિશિષ્ટ પર્વ, સર્ગ ૮, શ્લોક ૩૩૯) ૩ નવદેને શાસનકાળ ૧૦૦ વર્ષ છે. પછી ચંદ્રગુપ્ત રાજા થશે. એટલે કે - વીરનિ. સં. ૧૫૫માં ચંદ્રગુપ્ત થશે.& Personal Use Only Jain Education Internal www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy