SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] શ્રી જેને સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ અવ્યવસ્થિત રૂપે મળે છે. રાજા મહાપ પોતાના રાજ્યને ખૂબ વિસ્તાર્યું હતું, તેથી નંદવંશમાં તેની એકછત્રતા અને પ્રભુત્વ વિશેષ મનાય છે. જો કે આ રાજાઓ ક્યા ધર્મના હતા તેનાં સ્પષ્ટ પ્રમાણે નથી મળતાં, બૌદ્ધ ગ્રંથ આ રાજાઓ માટે મૌન સેવે છે, પણ પુરાણમાં તેમની ઘણી નિંદા કરી છે તેથી ઈતિહાસો આ રાજાઓ શૈવધર્મના વિરોધી એટલે જેન હેવાનું માને છે. એક વાત તે ચોક્કસ છે કે નંદવંશના મંત્રીઓ શરૂઆતથી તે આખર સુધી-કલ્પકથી માંડીને તે શકટાળ સુધી–બધા જૈન જ હતા. તેમજ તેમના વખતમાં જૈનધર્મ ખૂબ ઉન્નત થયું હતું. આચાર્ય ભદ્રબાહુસૂરિ તથા આચાર્ય સ્થૂલિભદ્રસૂરિ બને નવમા નંદના સમયના મહાન જૈન તિરે હતા. બાર વર્ષીય દુકાળ પછી, જિનાગમની રક્ષા માટે જૈનેનું પ્રથમ શ્રમણ–સમેલન નંદના પાટલીપુત્રમાં મળ્યું હતું. આ વખતે કલિંગ દેશમાં એક પ્રાચીન સુંદર જિનપ્રતિમા હતી તેને નંદરાજા પાટલીપુત્રમાં લઈ આવ્યો હતો. આ પ્રતિમાને મૌર્યકાળ પછી થયેલ કલિંગપતિ મહારાજા ખારવેલ પુનઃ કલિંગમાં લઈ ગયા હતા. નંદરાજા જિનપ્રતિમાને લાવે અને તેને જિનાલયમાં સ્થાપિત કરે એ બિના તેમના જૈન હોવાની માન્યતાને પુષ્ટ કરે છે. (ઉદયગિરિને હસ્તિગુફાને શિલાલેખ વગેરેના આધારે) સમ્રાટ ચંદ્રગુપ્ત (વીરનિ. સં. ૨૧૫ લગભગ) ચંદ્રગુપ્તને જન્મ મયૂરપષક કુટુમ્બમાં થવાથી તે મૌર્યવંશી મનાય છે. તે ગર્ભમાં હતો ત્યારે તેની માતાને ચદ્રપાનને દેહદ થયા. તક્ષશિલા વિદ્યાલયના વિદ્વાન ચાણકયે, જે બાળક જન્મે તે પિતાને સોંપવાની શરતે, પિતાની બુદ્ધિના બળથી તે દેહદ પૂરો કર્યો. પુત્રને જન્મ થતાં, દેહદને અનુલક્ષીને, માતા–પિતાએ તેનું ચંદ્રગુપ્ત નામ રાખ્યું. - ચંદ્રગુપ્ત બાળક હતું છતાં તેની બાલક્રિડાઓમાં પણ રાજતંત્રની જ પ્રધાનતા દેખાતી. તે પિતાના બાળમિત્રનું એક રાજ્ય સ્થાપી પિતે તેને રાજા બનતે અને ગુન્હેગારોને અદલ ઈન્સાફ આપત, આ સમયે ભારતમાં નવનંદ પૈકી છેલ્લા પંદનું રાજ્ય ચાલતું હતું. તેણે ચાણક્ય પંડિતનું અપમાન કર્યું, એટલે ચાણક્ય ધમાં ને ક્રોધમાં નંદવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા ૪ આ મૌર્યવંશના નામ માટે નીચે મુજબ ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે? (૧) ગૌતમબુદ્ધના શાકય કુટુંબના કેટલાક માણસે વિઠ્ઠડભ રાજાના આક્રમણથી પિતાનું સ્થાન છોડી હિમાલયના પ્રદેશમાં મયૂરનગર નામક શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યા. આ લેકે પાછળથી મૌર્ય કહેવાયા. ચંદ્રગુપ્તને જન્મ આ વંશમાં થયે તેથી તે મૌર્ય કહેવાય. (મહાવંશની ટીકા, મૌર્યાસામ્રાજ્યક ઈતિહાસ પૃ૦ ૧૦૭) (૨) ચંદ્રગુપ્ત મુરા નામક એક દાસીને પુત્ર હોવાથી મૌર્ય કહેવા, (પુરાણ તથા છુટક લેખે વગેરે) પુરાણમાં ચંદ્રગુપ્તને દાસીપુત્ર માન્ય છે, એ વિષયમાં વિદ્વાનેને એ મત છે કે મૌર્યવંશ જનધર્મ તથા બૌદ્ધધર્મને ઉપાસક હેવાથી પુરાણકારોએ નિંદાના ઉદ્દેશથી Jain Educatio ચંદ્રગુપ્તને દાસી પુત્ર ગણે છે. - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy