________________ ગુણસ્થાને વર્તતા સગુરૂના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યાં છે, અને તેમના વિષે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાશે સંપૂર્ણપણે તો તેરમા ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન જીવન્મુક્ત સયોગીકેવલી પરમ સદગુરૂ શ્રી જિન અરિહંત તીર્થકરને વિષે વર્તે છે. તેમના વિષે આત્મજ્ઞાન અર્થાત સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત જ્ઞાનાતિશય સૂચવ્યો. તેઓને વિષે સમદર્શિતા અર્થાત ઇચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત અપાયાપગમાતિશય સૂચવ્યો. સંપૂર્ણપણે ઇચ્છા રહિત હોવાથી વિચરવા આદિની તેઓની દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે વિચરે ઉદયપ્રયોગકહ્યું. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઇ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમનો ‘વચનાતિશય સૂચવ્યો. વાણીધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિષે કોઇ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો પરમકૃત ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા યોગ્ય હોઇ તેમનો તેથી પૂજાતિશય સૂચવ્યો. આ શ્રી જિન અરિહંત તીર્થકર પરમ સગરને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સદગરૂ છે એટલે એ સદગુરૂના લક્ષે એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યાં છે. (2) સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઇષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતપણું, ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું. સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઇઅનિષ્ટબુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી એવો ભાવ સમદર્શીને વિષે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઇષ્ટઅનિષ્ટપણું ન કરે. આત્માનો સ્વાભાવિક ગણ દેખવા જાણવાનો હોવાથી તે ણેય પદાર્થને સેવાકારે દેખે, જાણે; પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાભ્યપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે. વિષમદ્રષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદામ્યવૃત્તિ થાય; સમદ્રષ્ટિ આત્માને ન થાય. કોઇ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઇ શ્વેત હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ દુરભિ (દુર્ગધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ ઊંચો હોય, કોઇ નીચો હોય તો તેને તેવો તેવો દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિરૂપે દેખે, જાણે. જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપ દેખે, જાણે, જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે, તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય(છાંડવા યોગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે. ઉપાદેય(આદરવાયોગ્ય)ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે; દુર્ગધ દેખી અપ્રિયતા, દુર્ગાછા ન આણે. (વ્યવહારથી) સારું ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઇચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ન કરે. (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્ત