Book Title: Vachanamrut 0837 Aatma Ghnan Samdarshita Y Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 837 આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ સં. 1954 આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રુત, સગુરૂ લક્ષણ યોગ્ય. - આત્મસિદ્ધિશાસ્ત્ર પદ 10 મું (1) સદગુરૂ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે ? અને (2) સમદર્શિતા એટલે શું ? ઉત્તર :- (1) સદગરૂ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યાં તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત માર્ગપ્રકાશક સદગુરૂનાં લક્ષણ કહ્યાં છે. ઉપદેશક ગુણસ્થાન છછું અને તેરમું છે; વચલાં સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાન અલ્પકાળવર્તી છે એટલે ઉપદેશકપ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગઉપદેશક પ્રવૃત્તિ છઠ્ઠથી શરૂ થાય. છઠ્ઠ ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તો તેરમે છે, અને યથાવત માર્ગઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન પરમ સદગુરૂ શ્રી જિન તીર્થંકરાદિને વિષે ઘટે. તથાપિ છટ્ટ ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશાઅર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સગુરૂ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષનાં આશ્રયવચનથી જણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે અને એ માર્ગસાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદ્ગરનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સગુરૂને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે. તેથી નીચેના પાંચમા ચોથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે, કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. ચોથાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં, કેમકે ત્યાં માર્ગની, આત્માની, તત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમ જ સમ્યગ વિરતિ નથી; અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્યગ વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઇ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશકPage Navigation
1