Page #1
--------------------------------------------------------------------------
________________ 837 આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ સં. 1954 આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રુત, સગુરૂ લક્ષણ યોગ્ય. - આત્મસિદ્ધિશાસ્ત્ર પદ 10 મું (1) સદગુરૂ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે ? અને (2) સમદર્શિતા એટલે શું ? ઉત્તર :- (1) સદગરૂ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યાં તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત માર્ગપ્રકાશક સદગુરૂનાં લક્ષણ કહ્યાં છે. ઉપદેશક ગુણસ્થાન છછું અને તેરમું છે; વચલાં સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાન અલ્પકાળવર્તી છે એટલે ઉપદેશકપ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગઉપદેશક પ્રવૃત્તિ છઠ્ઠથી શરૂ થાય. છઠ્ઠ ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તો તેરમે છે, અને યથાવત માર્ગઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન પરમ સદગુરૂ શ્રી જિન તીર્થંકરાદિને વિષે ઘટે. તથાપિ છટ્ટ ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશાઅર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સગુરૂ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષનાં આશ્રયવચનથી જણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે અને એ માર્ગસાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદ્ગરનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સગુરૂને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે. તેથી નીચેના પાંચમા ચોથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે, કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. ચોથાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં, કેમકે ત્યાં માર્ગની, આત્માની, તત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમ જ સમ્યગ વિરતિ નથી; અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્યગ વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઇ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક
Page #2
--------------------------------------------------------------------------
________________ ગુણસ્થાને વર્તતા સગુરૂના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યાં છે, અને તેમના વિષે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાશે સંપૂર્ણપણે તો તેરમા ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન જીવન્મુક્ત સયોગીકેવલી પરમ સદગુરૂ શ્રી જિન અરિહંત તીર્થકરને વિષે વર્તે છે. તેમના વિષે આત્મજ્ઞાન અર્થાત સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત જ્ઞાનાતિશય સૂચવ્યો. તેઓને વિષે સમદર્શિતા અર્થાત ઇચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત અપાયાપગમાતિશય સૂચવ્યો. સંપૂર્ણપણે ઇચ્છા રહિત હોવાથી વિચરવા આદિની તેઓની દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે વિચરે ઉદયપ્રયોગકહ્યું. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઇ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમનો ‘વચનાતિશય સૂચવ્યો. વાણીધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિષે કોઇ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો પરમકૃત ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા યોગ્ય હોઇ તેમનો તેથી પૂજાતિશય સૂચવ્યો. આ શ્રી જિન અરિહંત તીર્થકર પરમ સગરને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સદગરૂ છે એટલે એ સદગુરૂના લક્ષે એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યાં છે. (2) સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઇષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતપણું, ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું. સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઇઅનિષ્ટબુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી એવો ભાવ સમદર્શીને વિષે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઇષ્ટઅનિષ્ટપણું ન કરે. આત્માનો સ્વાભાવિક ગણ દેખવા જાણવાનો હોવાથી તે ણેય પદાર્થને સેવાકારે દેખે, જાણે; પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાભ્યપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે. વિષમદ્રષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદામ્યવૃત્તિ થાય; સમદ્રષ્ટિ આત્માને ન થાય. કોઇ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઇ શ્વેત હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ દુરભિ (દુર્ગધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઇ ઊંચો હોય, કોઇ નીચો હોય તો તેને તેવો તેવો દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિરૂપે દેખે, જાણે. જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપ દેખે, જાણે, જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે, તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય(છાંડવા યોગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે. ઉપાદેય(આદરવાયોગ્ય)ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે; દુર્ગધ દેખી અપ્રિયતા, દુર્ગાછા ન આણે. (વ્યવહારથી) સારું ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઇચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ન કરે. (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્ત
Page #3
--------------------------------------------------------------------------
________________ સ્થિતિ-સંજોગમાં સારું-માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઇષ્ટાનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું, ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા. શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુસ્વર, રૂપ-કુરૂપ, શીત-ઉષ્ણ આદિમાં હર્ષ-શોક, રતિ-અરતિ, ઇષ્ટ-અનિષ્ટપણે, આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા. હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિષે અવશ્ય હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજુ ન હોય, અને બીજુ ન હોય તો પહેલું ન હોય. સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શિતા ન હોય. અહિંસાદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. સદગુરૂયોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય; પછીનાં ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય, ક્ષીણમોહસ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વીતરાગતા. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સદ્ભુત અને અસત્યુતમાં સમપણું ગણવું, અથવા સધર્મ અને અસધર્મમાં અભેદ માનવો, અથવા સગુરૂ અને અસગુરૂને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદદેવ અને અસદદેવને વિષે નિર્વિશેષપણે દાખવવું અર્થાત બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા. સમદર્શી સત્ન સત જાણે, બોધે; અને અસત્ જાણે, નિષેધે; સદ્ભુતને સદ્ભુત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સદ્ધર્મને સધર્મ જાણે, બોધે; અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે, નિષેધે; સગુરૂને સદ્ગર જાણે, બોધે; અસદગરને અસદગરૂ જાણે. નિષેધે. સદદેવને મદદેવ જાણે. બોધે. અમદદેવને અમદદેવ જાણે, નિષેધ. ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે, એ પ્રકારે સમદર્શીપણું સમજવું. ૐ