________________ નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સર્વસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય છે, જોકે વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજુ કોઈ નથી. હાલ બે વર્ષ સુધી તો તે યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે, અને 3 થી 4 વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યાં હોય તો 36 મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકનો વખત આવે, અને લોકોનું શ્રેય થવું હોય તો થાય. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્ય ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ, પણ કોઈ કોઈ લોકો પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો, અને આ બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સો એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે, પણ તેમને તેવો યોગ બાઝતો નથી. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિનો વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું, પણ દ્રષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે, પણ લખનારનો જન્મથી લક્ષ એવો છે કે એ જેવું એક્ટ જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઇચ્છામાત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કોઈને એક વ્રતપચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છો, અને અમે ગુરૂ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજસ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી માત્ર કલ્પના છે. તેનો ખરેખરો આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી ક્યારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે, તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દ્રઢ કલ્પના હોય તોપણ, માર્ગ ઉપદેશવો નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશનો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ ચિનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી, તોપણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.