________________ ‘આકાશ’ અનંતપ્રદેશપ્રમાણ છે. તેમાં અસંખ્યાતપ્રદેશપ્રમાણમાં ધર્મ, અધર્મ, દ્રવ્ય વ્યાપક છે. ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુદગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે; જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યત જ જીવ અને પુગલની ગતિ, સ્થિતિ છે; અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે. જીવ, પુગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે ‘લોક' કહેવાય છે.