________________ 699 પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે મુંબઈ, શ્રાવણ, 1952 પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે : જીવ, પુદગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને ‘પ્રદેશ’ એવી સંજ્ઞા છે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે અસ્તિકાય' કહેવાય. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુગલ પરમાણુ જોકે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણે તે પામી શકે છે, જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. “ધર્મદ્રવ્ય’ અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘અધર્મદ્રવ્ય’ અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘આકાશદ્રવ્ય’ અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ ‘અસ્તિકાય’ છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ ‘લોક'ની ઉત્પત્તિ છે, અર્થાત “લોક’ એ પાંચ અસ્તિકાયમય છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુકઢંધ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅણુકરૂંધ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુઃઅણુકઢંધ અનંતા છે. પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચાણુકરૂંધ અનંતા છે. એમ છ પરમાણુ, સાત પરમાણુ, આઠ પરમાણુ, નવ પરમાણુ, દશ પરમાણુ એકત્ર મળેલા એવા અનંતા સ્કંધ છે. તેમ જ અગિયાર પરમાણુ, યાવત્ સો પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંધ છે. ધર્મદ્રવ્ય’ એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. ‘અધર્મદ્રવ્ય’ એક છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. ‘આકાશદ્રવ્ય’ એક છે. તે અનંતપ્રદેશપ્રમાણ છે, લોકાલોકવ્યાપક છે. લોકપ્રમાણ આકાશ અસંખ્યાતપ્રદેશાત્મક છે. ‘કાળદ્રવ્ય’ એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તો પર્યાય જ છે, અને પળ, વિપળથી માંડી વર્ષાદિ પર્યત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે ‘વ્યાવહારિક કાળ’ છે, એમ શ્વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાણ રહેલો છે, જે અવર્ણ, ગંધ, અરસ, અસ્પર્શ છે; અગુરુલઘુ સ્વભાવવાન છે. તે કાલાણુઓ વર્તનાપર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે. તે કાલાણુઓ ‘દ્રવ્ય’ કહેવા યોગ્ય છે, પણ ‘અસ્તિકાય’ કહેવા યોગ્ય નથી, કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી, જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી ‘કાળદ્રવ્ય’ અસ્તિકાય કહેવા યોગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકાયમાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ.