________________ 630 ગયા શનિવારનો લખેલો કાગળ પહોંચ્યો છે વવાણિયા, શ્રાવણ વદ 12, શનિ, 1951 ગયા શનિવારનો લખેલો કાગળ પહોંચ્યો છે. તે કાગળમાં મુખ્ય કરી ત્રણ પ્રશ્નો લખ્યા છે. તેના ઉત્તર નીચે લખ્યાથી વિચારશો : પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “એક મનુષ્યપ્રાણી દિવસને વખતે આત્માના ગુણવડીએ અમુક હદ સુધી દેખી શકે છે, અને રાત્રિને વખતે અંધારામાં કશું દેખતો નથી; વળી બીજે દિવસે પાછું દેખે છે અને વળી રાત્રિએ અંધારામાં કશું દેખતો નથી; તેથી એક અહોરાત્રમાં ચાલુ આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે ? કે દેખવું એ આત્માનો ગુણ નહીં પણ સૂરજવડીએ દેખાય છે, માટે સૂરજનો ગુણ હોઈને તેની ગેરહાજરીમાં દેખાતું નથી ? અને વળી આવી જ રીતે સાંભળવાના દ્રષ્ટાંતે કાન આડું રાખવાથી નથી સંભળાતું, ત્યારે આત્માના ગુણ કેમ ભુલાઈ જવાય છે ?' તેનો સંક્ષેપમાં ઉત્તર :જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇંદ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઇંદ્રિય લબ્ધિ સામાન્યપણે પાંચ પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણેન્દ્રિપર્યત સામાન્યપણે મનુષ્યપ્રાણીને પાંચ ઇંદ્રિયની લબ્ધિનો ક્ષયોપશમ હોય છે. તે ક્ષયોપશમની શક્તિ અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષ-ઇંદ્રિયનો ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં, કેમકે ચક્ષ-ઇંદ્રિયની ક્ષયોપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે, અર્થાત્ ક્ષયોપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કોઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક હદથી છેટે હોય તો ચક્ષુથી દેખાઈ શકતી નથી, તેમ બીજી ઇંદ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયોપશમશક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાનદર્શનની પ્રવૃત્તિ છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અથવા સુંધી શકે છે, સ્વાદ ઓળખી શકે છે, અથવા સાંભળી શકે છે. બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, ‘આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છતાં, આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે, તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાનવડીએ સાંભળી શકાય છે. બીજી જગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક જગાએથી ગંધ પરીક્ષા થાય; અમુક જગોએથી રસની પરીક્ષા થાય; જેમકે સાકરનો સ્વાદ હાથ પગ જાણતા નથી, પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય આનું કારણ શું હશે ?' તેનો સંક્ષેપમાં ઉત્તર : જીવને જ્ઞાન, દર્શન ક્ષાયિકભાવે પ્રગટ્યાં હોય તો સર્વ પ્રદેશે તથાપ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વ ભાવનું જ્ઞાયકપણું હોય, પણ જ્યાં ક્ષયોપશમભાવે જ્ઞાનદર્શન વર્તે છે, ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયકપણું હોય. જે જીવને અત્યંત અલ્પ જ્ઞાનદર્શનની ક્ષયોપશમશક્તિ વર્તે છે, તે