________________ કોઈ એક એવું ‘શિથિલકર્મ’ છે, કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તો તે નિવૃત્ત થાય તેવું કર્મ તે મંત્રાદિમાં સ્થિરતાના યોગે નિવૃત્ત થાય એ સંભવિત છે; અથવા કોઈ પાસે પૂર્વલાભનો કોઈ એવો બંધ છે, કે જે માત્ર તેની થોડી કૃપાથી ફળીભૂત થઈ આવે; એ પણ એક સિદ્ધિ જેવું છે, તેમ અમુક મંત્રાદિના પ્રયત્નમાં હોય અને અમુક પૂર્વીતરાય તૂટવાનો પ્રસંગ સમીપવર્તી હોય, તોપણ કાર્યસિદ્ધિ મંત્રાદિથી થઈ ગણાય; પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી; નિષ્ફળ વાર્તા છે. આત્માના કલ્યાણ સંબંધનો એમાં કોઈ મુખ્ય પ્રસંગ નથી. મુખ્ય પ્રસંગ, વિસ્મૃતિનો હેતુ એવી કથા થાય છે, માટે તે પ્રકારના વિચારનો કે શોધનો નિર્ધાર લેવાની ઇચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે, અને તે ત્યાગ્યે સહેજે નિર્ધાર થાય છે. આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે. અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.