________________ આ પત્ર તમને, તથા તમારા જેવો બીજા જે જે ભાઈઓને પ્રસંગ છે તેમને, પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ્ય છે; અને બાકીનો બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગ્ય છે. અત્ર ઉદય-ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. કૃષ્ણદાસના સંગમાં ‘વિચારસાગર’ના થોડા પણ તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાલરૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથાયોગ્ય. “પ્રારબ્ધ દેહી”