Book Title: Vachanamrut 0397 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 397 આત્મસ્વરૂપને વિષે સ્થિતિ છે એવા જે મુંબઈ, શ્રાવણ વદ 11, ગુરૂ, 1948 શુભેચ્છા સંપન્ન ભાઈ ત્રિભોવન, સ્તંભતીર્થ. આત્મસ્વરૂપને વિષે સ્થિતિ છે એવા જે તેના નિષ્કામ સ્મરણે યથાયોગ્ય વાંચશો. તે તરફના ‘આજે સાયિક સમકિત ન હોય’ એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત થયું છે, જે જીવો તે તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા, ગવેષણા, જીવના કલ્યાણને વિષે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. તે જીવો પ્રત્યે દોષદ્રષ્ટિ કરવા યોગ્ય નથી, નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે; કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિષે ખેદ આણવો યોગ્ય નથી, તે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી, તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કદાપિ તમને ચિંતના થતી હોય તોપણ તે માટે તમે વર્તમાન દશાએ જોતાં તો નિરુપાય છો, માટે અનુકંપાબુદ્ધિ અને સમતાબુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું, તેમ જ ઇચ્છવું અને તે જ પરમાર્થમાર્ગ છે, એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, તે ભંગ કરવાને તેમને જ જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસવૃત્તિ ઉત્પન્ન થાય; અને કોઈ આત્મસ્વરૂપ એવા સપુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં, અને જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે, તો તમ વગેરેનાં વાક્યનું નિષ્ફળપણું હોય, અને તેમને ક્લેશરૂપ ભાસે, એમાં આશ્ચર્ય નથી, એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું અને કોઈ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિષે યોગ્ય ગયું છે. વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય ભાસે છે, માટે લખીએ છીએ; તે એ કે, આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી, તે અનુક્રમમાં વર્તવાનો લક્ષ વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણ રાખશો; અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલાં કે લખાયેલાં વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે, અને તેનાં કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવાં તે યોગ્યતાવાળું નથી, તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે, તો બીજા જીવોને ક્લેશાદિનું કારણ થવાય છે, તે પણ હવે ‘ક્ષાયિકની ચર્ચા' વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિષે થતી અટકે છે; કેમ કે, તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સપુરુષ સંબંધીની તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સપુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે, તેને વિષે આગ્રહપણે અન્યઅન્ય ચેષ્ટા કહ્યું છે,Page Navigation
1