________________ 161 સહજાત્મસ્વરૂપીની મૂંઝવણ, દિમૂઢ દશા - બધાં દર્શનમાં શંકા - આત્મામાં આસ્થા - સાચું સમજવાના કામી - સગુરૂનો અયોગ - દર્શનપરિષહ - કાં ઝેર પી, કાં ઉપાય કર હે સહજાન્મસ્વરૂપી, તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો ? તે કહો. આવી વિભૂમ અને દિમૂઢ દશા શી ? હું શું કહું ? તમને શું ઉત્તર આપું ? મતિ મૂંઝાઈ ગઈ છે, ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે. ક્યાંય દ્રષ્ટિ ઠરતી નથી, અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ. ઊંચાનીચા પરિણામ પ્રવહ્યા કરે છે. અથવા અવળા વિચાર લોકાદિક સ્વરૂપમાં આવ્યા કરે છે, કિંવા ભાન્તિ અને મૂઢતા રહ્યા કરે છે. કંઈ દ્રષ્ટિ પહોંચતી નથી. ભ્રાન્તિ પડી ગઈ છે કે હવે મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી. ખરા ભાવથી મને ઇચ્છતા નથી. અથવા કંઈક ખેંચાતા ભાવથી અને મધ્યમ સ્નેહે પ્રિય ગણે છે. વધારે પરિચય ન કરવો જોઈએ, તે મેં કર્યો, તેનો પણ ખેદ થાય છે. બધાં દર્શનમાં શંકા થાય છે. આસ્થા આવતી નથી. જો એમ છે તોપણ ચિંતા નથી, આત્માની આસ્થા છે કે તે પણ નથી ? તે આસ્થા છે. તેનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે. અજ્ઞાને કર્તાભોક્તાપણું છે. જ્ઞાને કર્તાભોક્તાપણું પરયોગનું નથી. જ્ઞાનાદિ તેનો ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવ વર્તે છે. તેનો મોટો ખેદ છે. આ જે તમને આસ્થા છે તે જ સમ્યગ્દર્શન છે. શા માટે મૂંઝાઓ છો ? વિકલ્પમાં પડો છો ? તે આત્માના વ્યાપકપણા માટે, મુક્તિસ્થાન માટે, જિનકથિત કેવળજ્ઞાન તથા વેદાંતકથિત કેવળજ્ઞાન માટે, તથા શુભાશુભ ગતિ ભોગવવાનાં લોકનાં સ્થાન તથા તેવાં સ્થાનના સ્વભાવે શાશ્વત હોવાપણા માટે, તથા તેના માપને માટે વારંવાર શંકા ને શંકા જ થયા કરે છે, અને તેથી આત્મા ઠરતો નથી. જિનોક્ત તે માનોને ! ઠામઠામ શંકા પડે છે. ત્રણ ગાઉના માણસ-ચક્રવર્તી આદિનાં સ્વરૂપ વગેરે ખોટાં લાગે છે. પૃથ્યાદિનાં સ્વરૂપ અસંભવિત લાગે છે. તેનો વિચાર છોડી દેવો.