SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ છોડ્યો છૂટતો નથી. શા માટે ? જો તેનું સ્વરૂપ તેના કહ્યા પ્રમાણે ન હોય તો તેમને કેવળજ્ઞાન જેવું કહ્યું છે તેવું ન હતું, એમ સિદ્ધ થાય છે. તો તેમ માનવું ? તો પછી લોકનું સ્વરૂપ કોણ યથાર્થ જાણે છે એમ માનવું ? કોઈ જાણતા નથી એમ માનવું ? અને એમ જાણતાં તો બધાએ અનુમાન કરીને જ કહ્યું છે એમ માનવું પડે. તો પછી બંધમોક્ષાદિ ભાવની પ્રતીતિ શી ? યોગે કરી તેવું દર્શન થતું હોય, ત્યારે શા માટે ફેર પડે ? સમાધિમાં નાની વસ્તુ મોટી દેખાય અને તેથી માપમાં વિરોધ આવે. સમાધિમાં ગમે તેમ દેખાતું હોય પણ મૂળ રૂપ આવડું છે અને સમાધિમાં આ પ્રમાણે દેખાય છે, એમ કહેવામાં હાનિ શી હતી ? તે કહેવામાં આવ્યું હોય, પણ વર્તમાન શાસ્ત્રમાં તે નથી રહ્યું એમ ગણતાં હાનિ શી ? હાનિ કંઈ નહીં. પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. બીજા પણ ઘણા ભાવોમાં ઠામ ઠામ વિરોધ દેખાય છે. તમે પોતે ભૂલતા હો તો ? તે પણ ખરું, પણ અમે સાચું સમજવાના કામી છીએ. કંઈ લાજશરમ, માન, પૂજાદિના કામી નથી; છતાં સાચું કેમ ન સમજાય ? સદગુરૂની દ્રષ્ટિએ સમજાય. પોતાથી યથાર્થ ન સમજાય. સદગુરૂનો યોગ તો બાઝતો નથી. અને અમને સદગુરૂ તરીકે ગણવાનું થાય છે. તે કેમ કરવું ? અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું ? કંઈ સમજાવ્યું જતું નથી અને વખત વીત્યો જાય છે. એ કારણથી તથા કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી. જેથી બધી સ્થિતિ શંકારૂપ થઈ પડી છે. આ કરતાં તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે. દનપરિષહ એમ જ વેદાય ? તે યોગ્ય છે. પણ અમને લોકોનો પરિચય “જ્ઞાની છીએ” એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું ? તે બનનાર. અરે ! હે દુષ્ટાત્મા ! પૂર્વે ત્યાં બરાબર સન્મતિ ન રાખી અને કર્મબંધ કર્યા તો હવે તું જ તેનાં ફળ ભોગવે છે. તું કાં તો ઝેર પી અને કાં તો ઉપાય તત્કાળ કર. યોગસાધન કરું ?
SR No.330281
Book TitleVachanamrut 0161 Roj Nishi
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy