________________ ઇચ્છે પણ કેમ ? અને એ જ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવાં દુર્લભ છે એમ માન્યતા છે, તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ. ઇચ્છા તો નથી થતી. આપનો સમાગમ અધિક કરીને ઇચ્છું છું. ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશળતા છે, ઇચ્છું છું. વિ. રાયચંદના પ્રણામ.