Book Title: Vachanamrut 0133 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 133 આગળની સંગતિથી ઉપાધિ- ઇશ્વર પર વિશ્વાસ- રાત્રિદિવસ એક પરમાર્થનું જ મનન- દુઃખનું કારણ માત્ર વિષમાત્મા- સમવૃત્તિથી સમાધિ- દેહભાવ દેખાડવો પાલવતો નથી- ભવિષ્યજ્ઞાન, સિદ્ધિઓ પ્રપ્રત્યે અરૂચિ વવાણિયા, બીજા ભાદરવા સુદ 2, ભોમ, 1946 આત્મવિવેકસંપન્ન ભાઈ શ્રી સોભાગભાઈ, મોરબી. આજે આપનું એક પત્ર મળ્યું. વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે. અત્ર જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે, અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી; અર્થાત તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી, એ કંઈ નવાઈની વાત નથી. ઇશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવો. પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ, માંસ, અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તોપણ ભલે અને ન હો તોપણ ભલે એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી, તથાપિ સહન કરવા જીવ ઇચ્છતો નથી ! પરમાનંદ ત્યાગી એનેPage Navigation
1