________________
(જુઓ આચાર નિતિ ૧૫૪.). ચોથા ઉદેશમાં અગ્નિશસ્ત્ર માટે જે અર્થમાં સંપાતિમા શબ્દ આવ્યો હતો તે જ અર્થમાં તે સાતમા ઉદેશ વાયુશસ્ત્ર માટે પણ યોજાયો છે. પવન ફૂંકાય કે હવા વેગવંત બનતાં – વાયુ વાવાથી-હવામાં ઊડતાં જીવજંતુ મરી જાય છે (નંતિ સંપામા પાછળ સાવ સંપત્તિ ૫ ૭.૬૦), આ પ્રકારના કર્મસમારંભને વાયુકાયશસ્ત્ર કહે છે. અહીં, વાયુ હિંસાનું એક સાધન છે, પણ તે સ્વયં જીવ છે તેવો અર્થ ઘટી શકતો નથી. ૭ ૧.૧.૨. શસ્ત્રપરિજ્ઞાની વિચારધારા અને પરિભાષા
સમગ્ર શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં પ્રાણ શબ્દનો પ્રયોગ વિશેષ તરી આવે છે. પણ જીવ શબ્દ ઉપયોગમાં લીધો નથી. ઉપનિષદોમાં પણ પ્રાણ શબ્દ જીવના અર્થમાં વપરાયો છે, જેમ કે સર્વે પ્રાણા: (કૌષીતકિ ઉપનિષદ ૩.૨), પ્રોડમિ પ્રજ્ઞાત્મિ. (કોષીતકિ બ્રાહ્મણ ઉપનિષદ). પ્રાણ શબ્દપ્રયોગ જીવશબ્દ કરતાં પ્રાચીન છે. બ્રહ્મચર્યાના બીજા અધ્યયન લોગવિજય (લોકરિચય)માં પ્રાણ શબ્દ બેયમાં અને ચારપગાં પ્રાણીઓ માટે પણ વપરાયો છે (જુઓ ઉદ્દેશ ૩, સૂત્રો ૭૮-૭૯, સરખાવો દશવૈકાલિક ૬.૧૧.). આમ, ચર અને સ્થાવર, મનુષ્યો અને પશુ,-બધા પ્રકારના જીવો માટે પ્રાણ શબ્દ પ્રયોગ થયો છે. જૈન દર્શનમાં હિંસા માટે પ્રાચીન શબ્દ પ્રાણાતિપાત- પ્રાણાતિપાત પ્રચલિત છે, તેમાં પણ પ્રાણ શબ્દથી બધા જીવો આવરી લીધા છે. શસ્ત્રપરિજ્ઞા જણાવે છે કે પ્રાણો પૃથક પૃથક - વિવિધ સ્થળે રહેલા છે (સંતિ પણ પુત્રો-સિયા ૨.૧૧,૬.૪૯), શૂબીંગે ૨.૧૧-૧૨ને ધ્રુવનંડિકા તરીકે ગણ્યા છે. શસ્ત્રપરિજ્ઞાની કોઈ પ્રાચીન વાચનામાં અમુક અમુક સ્થળે આ ધ્રુવનંડિકાની પુનરુક્તિ થતી રહેતી, તેવું
વધારે (પૂ.૩૦,૩૭) નિશ્ચિત થાય છે, પણ અત્યારે મળી આવતી આચારની બધી આવૃત્તિઓમાંથી વાચનાકારોએ આવી ધ્રુવનંડિકા કેટલાક પાઠમાંથી દૂર કરી છે (બીંગ-આચાર, પૃ.૫૭). આ ધ્રુવનંડિકા સૂત્રકૃતાંગ I ૧૦૪. માં પણ પુનરાવર્તન પામી છે.
શસ્ત્રપરિજ્ઞામાં ત્રણ સ્થળે (૩.૨૬ બેવાર, ૬.૪૯, ૭.૬૨ ચાર વારો આવતા જીવ શબ્દ વિષે અહીં ચર્ચા કરવાની જરૂર છે. સંતિ પાન ૩નિસિયા નવા મોડા (૩.૨૬ પ્રાણો, પાણીમાંથી નીકળતા જીવો અનેક છે)માં પ્રાણ શબ્દ જીવના જ અર્થમાં હોવાથી જીવ શબ્દ અહીં નિરર્થક થઈ પડે છે. આ સૂત્ર પછી આવતું સૂત્રદં ર વસ્તુ ગણIRM દ્રાં નવા વિહિયા (૩.૨૬ ભિક્ષુઓ માટે અહીં પાણીને જીવો કહ્યા છે)માં એક નવું આગવું મંતવ્ય” રજૂ થયું છે, અને તે સમગ્ર ઉદ્દેશ ૩ માં મૂળ સળંગ ચાલી આવતાં વર્ણનોમાં ક્ષતિ પહોંચાડે છે. આ સૂત્ર મૌલિક નથી, પાછળથી પ્રક્ષિપ્ત થયું હોય એમ લાગે છે. છઠ્ઠા ઉદેશના સૂત્ર ૪૯ માં (...પણ સંસારે ત્તિ પઘુવ્વત...સબ્બલ પI..બૂતાઈ..નીવા..સત્તા..) પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ જેવા નિરર્થક સમાનાર્થ ““શબ્દાડંબર” (cliche. કલીશે), સંસાર, નિત્તા , પરિબ્રિા , મદમયે કુવવું જેવા નવા શબ્દોની ગૂંથણી અને તેમાંથી વ્યક્ત થતો નવો વિચાર, વગેરે બાબતો આખા શસ્ત્રપરિજ્ઞામાં તદ્દન અલગ પડી જાય છે. વળી, દરેક ઉદ્દેશ સંપૂર્ણ પૂરો થયા પછી, તે ઉદેશના અંતે રૂતિ વેમ જેવું ઇતિશ્રી આવે છે. પરંતુ ૬.૪૯ માં આ પ્રણાલીનું ઉલ્લંઘન થયું છે. તેમાં રૂતિ વેfમ ઉદ્દેશની અંદરના ભાગમાં આવ્યું છે. આમ, ઇસ સંસારે...તિ વેમ (સૂત્ર ૪૯)પ્રક્ષિપ્ત છે. તેમાં સર્વ પ...તિ તેમ સુધીનો ભાગ આચાર ૪.૨.૧૩૯ માંથી ઊતરી આવ્યો હોય તેમ જણાય છે.
સૂત્ર ૭.૬૨ કાંઈક વિશેષ સ્પષ્ટતા માગી લે છે. શસ્ત્રપરિજ્ઞામાં છ જવનિકાયો-છ પ્રકારના જીવો-હોય એવાં વર્ણન નથી, પરંતુ જીવોની હિંસાના છ પ્રકારનાં વર્ણનો છે. તે હકીકત, ઉપરનાં વિવેચનોથી (ઠું ૧.૧.૧). પ્રકાશમાં આવી શકી. આખા શસ્ત્રપરિજ્ઞામાં ક્યાંય છજ્જીવનય (છ પ્રકારના જીવો) શબ્દ મળ સાતમા ઉદેશને અંતે ફક્ત સૂત્ર ૬૨માં ચારવાર આવે છે. સામાન્ય રીતે ઉપર જણાવ્યા મુજબ દરેક ઉદ્દેશ પૂરાં થતાં જ અંતે રૂતિ વેfમ જેવી ઇતિશ્રી મૂકીને તે ઉદ્દેશ પૂર્ણ થયો તેમ દર્શાવ્યું છે. તે પ્રમાણે સાતમા ઉદ્દેશમાં સૂત્ર ૬૧માં રૂતિ નેમિ થી તે ઉદ્દેશ પૂર્ણ થયો છે તેવું નિશ્ચિત થવા છતાં, સુત્ર ૬૨માં રૂતિ નેમિ નું પુનરાવર્તન જોવા મળે છે ! સમગ્ર શસ્ત્રપરિજ્ઞાના ઉપદેશનો નિષ્કર્ષ દર્શાવતું સુત્ર ૬૨ પાછળથી અહીં પ્રક્ષિપ્ત છે (જુઓ રિ.૭).
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]