________________
વસ્ત્રો કે વલ્કલ ધારણ કરવા (૩.૩૩) બાબતે જે જે ઉલ્લેખો આવે છે તે શસ્ત્રપરિજ્ઞાનાં આવાં વિધાનો સાથે સરખાવી શકાય. કૌષીતકિ બ્રાહ્મણ ઉપનિષદમાં (૨.૩-૫) પણ આવા પ્રકારનું વર્ણન આવે છે. બીજા ઉદ્દેશ પૃથ્વીશસ્ત્રમાં (૨.૧૫) કાપવાના અર્થમાં મદ્ તથા તેની ઉપર આચાર-નિર્યુક્તિમાં (૯૭, પૃ. ૨૨) છેદવાના અર્થમાં છિદ્ ક્રિયાપદો યોજયાં છે. તેમાં પૃથ્વીની અંદર રહેતા જીવોની હિંસાનું વર્ણન સહજ સ્પષ્ટ થાય છે. આચાર નિર્યુક્તિ ૧૦૩ પણ “પૃથ્વીમાં (તનિસ) રહેતા જીવો” એવો પૃથ્વીશસ્ત્રનો અર્થ કરે છે. આચાર નિયુક્તિ ૯૫ માં પૃથ્વીકાય-શસ્ત્રમાં (હૃતવૃતિવિસનુદ્દાત...પર્વ તું સમાલો સત્ય) હળ, કુલિક, કોદાળી વગેરે સાધનોની ગણતરી કરી છે. વળી, આચારચૂર્ણિએ (પૃ. ૧૯-૨૦) પણ આ વિષે તેવું જ મંતવ્ય વ્યક્ત કર્યું છે. એટલે કે હળ, કોદાળી જેવાં શસ્ત્રોનો ઉપયોગ કરવામાં પૃથ્વીમાં રહેતાં જીવજંતુની હિંસા થાય છે તેને પૃથ્વીકાય-શસ્ત્ર કે પૃથ્વીકર્મ-સમારંભ કહે છે. આ વર્ણનોમાંથી પૃથ્વીકાય જીવો હોય તેવો અર્થ સંભવતો નથી.
| ઉદકશસ્ત્ર (પાણી પીવું, નહાવું, ધોવું, ઇત્યાદિ) નામે ત્રીજા ઉદેશમાં સૂત્ર ૨૬ (તિ પાનાં સિયા, નીવા અને IT. જુઓ હ ૧.૧.૨.) પણ ડે સિયા (૩-નિઃસૃતા: કે ૩-નિકતા:) પદ દ્વારા સ્પષ્ટ કરે છે કે અહીં “પાણીમાંથી નીકળતા” કે “પાણીમાં રહેતા” જીવોની ચર્ચા છે. તેમાંથી પાણી જીવ છે એવો, એટલે કે ઉદકકાય જીવો જેવો અર્થ નીકળતો નથી. આ કારણે જૈન મુનિઓ પાણીનો ઉપયોગ ન છૂટકે જ કરે છે અને વિયડ (વિકૃત - કોઈ ગૃહસ્થીએ ઉકાળીને ઠારી રાખેલું) પાણી પીએ છે (સરખાવોઃ વસ્ત્રપૂત નર્ત ઉપ-મનુસ્મૃતિ, ૬.૪૬ અને બૌધાયન ધર્મસત્ર, ૨.૬.૧૧.૨૪), તેવી રીતે ચોથો ઉદેશ-અગ્નિશસ્ત્ર જણાવે છે કે આગ લગાડવાથી પૃથ્વી, તણખલાં, પાંદડાં, લાકડાં, ગોબર અને કાદવ જેવામાં ભરાઈ રહેલાં (પુર્વિ-ઉસિયા તા-fણ પત્ત-fણ૦ કુંળિ૦ નોમ -ળ૦ વર-૦િ ૪.૩૭) જીવજંતુની હિંસા થાય છે. માટે અગ્નિક્રમે સમારંભ ન આચરવો, અગ્નિશસ્ત્રનો ઉપયોગ ન કરવો. આ સંદર્ભમાં જીવજંતુને સંપાતિમા (જુઓ પિશેલ હુ ૬૦૨) કહ્યાં છે. એટલે કે હવામાં ઊડતાં જીવજંતુ પણ અગ્નિ સ્પર્શ થતાં (મા પટ્ટ) મરી જાય છે. અગ્નિકાયશસ્ત્ર અને ત્રસકાયશસ્ત્રમાં (ઉદેશ ૬) forસિય - શબ્દપ્રયોગ થયો છે. આચાર નિયુક્તિ ૧૨૩ પણ જણાવે છે કે અગ્નિશસ્ત્રથી પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ભરાઈ રહેલાં અને ત્રસકાય જીવજંતુ (આગળ જુઓ) મરી જાય છે. આ જીવો સ્વયં અગ્નિકાય હોય એવું ઘટી શકતું નથી. વનસ્પતિશસ્ત્ર વિષેના પાંચમા ઉદેશમાં વનસ્પતિનું વિશિષ્ટ પ્રકારે વર્ણન થયું છે. વનસ્પતિની હિંસાનો પ્રતિષેધ પ્રાચીન વૈદિક કાળથી થતો રહ્યો છે. જેમ કે, વર્જયેતનવધર્મ ગૌતમ ધર્મસૂત્ર ૩.૫૨). આ મુદ્દાનો આગળ (g ૨.૧.૨) વિચાર કરવામાં આવશે. ત્રસકાયશસ્ત્ર નામે છઠ્ઠા ઉદેશમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે “જતા” કે “ભય પામતા” ત્રસ(કાય) જીવોનું વર્ણન આવે છે. તેમાં (૬.૫૨) જણાવ્યું છે કે કેટલાક પૂજા કે પ્રતિષ્ઠા ખાતર ( ત્રા), મૃગચર્મ, માંસ કે લોહી માટે (ગMIણ..સંસાર...સોળતાઈ જીવોનો વધ કરે છે (વતિ). આવા સંદર્ભમાં અહીં એક નવા વદ્ ક્રિયાપદનો વિશિષ્ટ પ્રયોગ થયો છે. આથી સ્પષ્ટ કહી શકાય કે અહીં શિકાર જેવાં હિંસક કર્મોની સાથે સાથે બાણ કે એવું ત્ર-શસ્ત્ર સંકળાયેલું છે. આ શસ્ત્રો એક ઠેકાણેથી બીજે ઠેકાણે “ગતિ કરે છે” (ત્રણ) અને જીવોનો વધ કરતાં હોવાથી તેમને “ભય ઉપજાવે છે” (તાંતિ પાળ પરિસો વિસાણુ ય ૬.૪૯), આથી આવાં શસ્ત્રોને ત્રસકાયશસ્ત્ર કહે છે. આ ઉદેશમાં ત્રસ (કાય) જીવો (તસા પાણT) અને ત્રસકાય શસ્ત્ર, બંને શબ્દો જુદા જુદા સંદર્ભમાં સંકળાયેલા છે. ત્રસકાયશસ્ત્ર હિંસક શસ્ત્રના અર્થમાં આવે છે. પણ પાપા ઈંડાંમાંથી કે વગર ઈંડ કે ગર્ભમાંથી જન્મતા (અંડજ, જરાયજ, પોતજ) ચર જીવો માટે વપરાય છે. ત્રસ અને સ્થાવર જેવા જીવોના બે વિભાગો પ્રાચીન વૈદિક કાળથી ચાલ્યા આવે છે. અહીં ત્રસ-એટલે કે હલનચલન કરતા જીવોમાં, નાના જીવોઃ અંડજ, રસજ (પ્રવાહીમાં ગરમીની વિક્રિયાથી ઉદ્ભવ પામતાં), સ્વેદજ, સંમૂÚિમ (? સ્ત્રીપુરુષના સમાગમ વિના જન્મતાં? કદાચ, સમુચ્છિન્ન ? અથવા, ઠંડીથી ઘટ્ટ બનેલો પ્રવાહીનો ગઠ્ઠો ?), ઉદ્ભિજ્જ (વનસ્પતિ) અને મોટા જીવોઃ પોતજ, જરાયુજ અને ઔપપાતિક (મુખ્યત્વે સંસારી જીવો, દેવ, મનુષ્ય, ઈત્યાદિ) ઉપરાંત સ્થાવર-એટલે કે વનસ્પતિ જેવા સ્થિર જીવો
૪ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫