________________
મહાપરિજ્ઞા નામે તેનું એક અધ્યયન જૈન પરંપરામાંથી લુપ્ત થયું છે, તેવું શ્વેતાંબરો માને છે. સુગમતાને કારણે અહીં મુનિ જેબૂવિજયજીની આચારસૂત્રની આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બધાં સૂત્રોની સંખ્યા સળંગ આપવામાં આવી છે. વળી, સરળતાના કારણે, અહીં પ્રાકૃત ભાષાનાં નામોનું સંસ્કૃત ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું છે તથા પ્રાકત કે સંસ્કૃત ભાષાનાં નામો નાગરી લિપિને બદલે ગુજરાતી લિપિમાં દર્શાવ્યાં છે. અને ગાથા શબ્દ સામાન્ય રીતે કોઈપણ પદ્યરચના માટે વાપર્યો છે. હુ ૧.૧. આચાર-બ્રહ્મચર્યા-શસ્ત્રપરિણા (આચાર ૧)
બ્રહ્મચર્યાના પહેલા અધ્યયન સત્યપરિશ્ના-શસ્ત્રપરિક્ષામાં કુલ સાત ઉદ્દેશો (અધ્યયનના પેટાવિભાગ) આવે, છે. તેના પહેલા ઉદેશમાં બાકીના છ ઉદેશોની પૂર્વભૂમિકારૂપે જીવાત્મા, હિંસક કર્મ વ.નો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર રીતે જોતાં, શસ્ત્રપરિજ્ઞામાં જીવ માટે પ્રાણ શબ્દનો જ પ્રયોગ મળે છે. જો કે શારીરિક જીવાત્માના અર્થમાં ત્યાં આયા-આત્મા શબ્દ ૧૦ વાર આવે છે. જ્યારે ફક્ત ૪ વાર જ્યાં જીવ શબ્દ એક સામાન્ય અર્થમાં વપરાયો છે. એ બધાં સુત્રો ક્ષેપક છે (જુઓ હૃ.૧.૧.૨). પરંતુ પ્રાણ શબ્દ શસ્ત્રપરિજ્ઞામાં ૨૧ વાર યોજવામાં આવ્યો છે. તેમાં પશુ, પંખી, વનસ્પતિ, અને માનવજાત સમાઈ જાય છે. વળી, આ અધ્યયનમાં વ્યક્તિગત શારીરિક જીવાત્માની વિચારણા કરવામાં આવી છે (જેમ કે... ને માયા...મારો આત્મા. આચાર ૧.૧.. અનુકુળતાને લીધે આ લેખમાં પ્રાણ શબ્દ માટે ગુજરાતીમાં સામાન્ય અર્થમાં જીવ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.)
મનુષ્યને સમારંપા ની - હિંસાત્મક કર્મની પરિષ્ણા - પરિજ્ઞા (સંપૂર્ણ જ્ઞાન અને સંન્યાસ) ન થાય ત્યાં સુધી તે અનેક જન્મોમાંથી પસાર થયા કરે છે અને વિશ્વને શારે પવિતિ - અનેક પ્રકારનાં દુઃખસ્પર્શની લાગણી અનુભવે છે. પણ કર્મ-સમારંભોનું પૂરું જ્ઞાન થતાં જ તે જન્મ-મરણના બંધનમાંથી છૂટે છે (ગતિમરનોય. આચાર ૧.૫-૭). અહીં અને અન્યત્ર આવતો સમારંભ શબ્દ વૈદિક છે. વૈદિક સાહિત્યમાં યજ્ઞની પરિભાષામાં પશુહિંસા માટે હિંસા શબ્દને બદલે “પકડવાના” અર્થમાં સાત-આમતે જેવો શબ્દપ્રયોગ થતો. અશોકના શિલાલેખોમાં (..નો ત્રિ નીવે ગામનું પવિ .) અને ગૌતમધર્મસૂત્રમાં (..મનારમી..૩.૨૪) પણ આરંભ-આલભ શબ્દ હિંસાના અર્થમાં વપરાયો છે. વૈદિક યજ્ઞની પરિભાષાનો સમારંભ શબ્દ જૈનોના આચારમાં શા માટે વપરાયો હશે એવી મિતહાઉસને શંકા વ્યક્ત કરીને આ શબ્દનો બ્રગે કરેલો . અર્થ (..to have to do..દશવૈકાલિક, ૬.૨૯, પૃ. ૨૧૭) યોગ્ય નથી એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે (શ્મિત હાઉસેન પૃ.૯-૧૦). આનું કારણ સ્પષ્ટ છે કે પ્રાચીન જૈન વિચારકોને વૈદિક વિચારધારા કે યજ્ઞયાગાદિક ક્રિયાઓ સાથે કોઈ વિરોધ નહોતો. ૭ ૧.૧.૧. “છ જીવ-નિકાયો” (આચાર ૧.૨-૭)
શસ્ત્રપરિજ્ઞાના બાકીના છ (૨-૭) ઉદેશોમાં છ પ્રકારની હિંસાત્મક ક્રિયાઓ અને તેની પરિજ્ઞા વિષે વિવેચન થયું છે. અહીં છ સમારંભોનાં વર્ણન વ્યાવહારિક જીવનમાંથી લેવામાં આવ્યાં છે. જે પદાર્થના ઉપયોગથી તે પદાર્થમાં રહેતા જીવોની હિંસા સંકળાયેલી હોય તેવા પદાર્થના નામ ઉપરથી એ સમારંભનું નામ આપવામાં આવ્યું છે. આવા પદાર્થોમાં પૃથ્વી, ઉદક (પાણી), અગ્નિ, વનસ્પતિ, ત્રસ-કાય અને વાયુની ગણના થઈ છે. શસ્ત્રપરિજ્ઞા જણાવે છે કે કેટલાક લોકો પરિવંદન, માન અને પૂજન માટે તથા જાતિ-મરણમાંથી છૂટવા હિંસક ક આદરે છે (૧.૬, ૨.૧૩, ૩.૨૪, ૪.૩૫, ૫.૪૩, ૬.૫૧, ૭.૫૮). આ બધા ઉદેશોમાં ફક્ત સાધુઓનાં જ, અને તે પણ ફક્ત પાંચ કર્મોની જ ચર્ચા છે-પાપ કે પુણ્યવાળાં સમગ્ર કર્મોની અહીં ચર્ચા નથી (સરખાવોઃ ગYI નો ત્તિ અને પવથHIST. વિદિવંતિ- અમે ભિક્ષુ છીએ એમ રટ્યા કરી કેટલાક...હિંસા આદરે છે. ૨.૧૨, ૩.૨૩, ૪.૩૪, ૫.૪૨, ૬.૫૦, ૭.૫૭ જૈનોની અને બૌદ્ધોની પરિભાષામાં હિંસા શબ્દના સ્થાને વિહિંસા શબ્દ પ્રચલિત છે.). ગૌતમ ધર્મસૂત્ર પ્ર.૩ (પૃ. ૩૫-૩૬)માં અગ્નિ પ્રજ્વલન (૩.૨૬), માંસાહાર (૩.૩૦), ચામડાનાં
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]
[ ૩