SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શસ્ત્રપરિજ્ઞામાં છ-જીવ-નિકાયની-પૃથ્વી(કાય)જીવ, ઉદક(કાય)જીવ, અગ્નિ(કાય)જીવ, વનસ્પતિ(કાય)જીવ, ત્રસકાયજીવ અને વાયુ(કાય)જીવની-એક નવી વિચારસરણી જન્મી છે એવું જૈન ટીકાકારો અને તેઓને અનુસરીને જૈન દર્શનના દરેક સંશોધકો જણાવે છે, તે ભૂલભરેલું છે. જો કે ત્રસકાય જીવો વિષે ઉપર સ્પષ્ટતા કરી છે (૭ ૧.૧.૧.) અને વનસ્પતિકાય વિષે આગળ વિચારણા કરવામાં આવશે. દશવૈકાલિકના ચોથા અધ્યયનનાં ગદ્યસૂત્રોમાં ૩ વાર જીવનિકાય શબ્દને બદલે નવળિયા (જીવનિકા “જીવન નિર્વાહનું સાધન”) શબ્દ આવે છે. શૂબીંગે તેની આવૃત્તિમાં આ બાબતની નોંધ લીધી છે (પૃ.૨૪૦), અને તેના મતને અમારા વિવેચનથી પુષ્ટિ મળે છે. આ ઉપરાંત, શૂબીંગે સંશોધનોના આધારે જણાવ્યું છે કે શસ્ત્રપરિજ્ઞામાં કર્મસમારંભોનો મૂળ ક્રમ-પૃથ્વી (ઉદ્દેશ ૨), ઉદક (ઉદેશ ૩). અગ્નિ (ઉદેશ ૪). વાયુ (ઉદેશ ૭), વનસ્પતિ (ઉદેશ ૫), ત્રસકાય (ઉદેશ દ) - આ રીતે હોવો જોઈએ, જે શસ્ત્રપરિજ્ઞામાં અસ્તવ્યસ્ત થઈ ગયો છે – ઉદ્દેશ ૭ (વાયુ) છેલ્લે મૂક્યો છે (જુઓ. શૂબીંગ-આચાર પૃ.૫૮ અને આવશ્યક ચૂર્ણિભાગ ૨, પૃ. ૩૦૨). શસ્ત્રપરિજ્ઞામાં આત્મા શબ્દ ઉપનિષદોની વિચારધારામાંથી અપનાવ્યો હોય એમ લાગે છે. જો કે શસ્ત્રપરિજ્ઞાના આ પ્રાચીન અધ્યયનમાંથી જીવ અને આત્મા શબ્દ વચ્ચેનો કાંઈ ભેદ સ્પષ્ટ થતો નથી. વળી, અહીં પ્રાણ શબ્દ જીવના અર્થમાં આવ્યો છે, જ્યારે આખા બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં પ્રાણી (પ્રાણવાળો = જીવ) શબ્દ ફક્ત એક જ વાર (નો પળાં પાને સમારમે નાસિ ૩.૨.૧૨૧ પ્રાણીઓના પ્રાણની હિંસા ન કરે ! સમIરમે જ્ઞાતિ માટે જુઓ પિલ હુ ૪૬૦) આવે છે. પ્રાણ શબ્દનો વિશિષ્ટ અર્થ પહેલાં જીવ થતો હતો, તે બદલાઈને અહીં સામાન્ય પ્રાણી જેવા અર્થમાં રૂઢ થયો છે. ઉપર્યુક્ત સૂત્ર ૩.૨.૧૨૧ અહીં ઉલ્લેખ પામેલા ત્રિપુભ શ્લોકોની એક પંક્તિ છે (શબીંગઆચાર પુ. ૧૫.૫૪). શસ્ત્રપરિજ્ઞાની પરિભાષામાં પ્રાસ - સ્પર્શ અને ડિસંવેતિ / ટૂંકમાં વેદના જેવા અગત્યના શબ્દો જોવા મળે છે, જે પ્રાચીન ઔપનિષદ વિચારધારામાંથી પ્રચલિત થયા છે (જુઓ, ફ્રાઉવાબેરની વિસ્તૃત ચર્ચા. 1, પૃ. ૧૧થી, તથા આલ્સદોર્ફ ઇFિપરિન્ના ૧.૨૮ પર વિવેચન KI. Sch., પૃ. ૨૧૦-૨૧૧). આ બધાં વિવેચનોના આધારે એમ કહી શકાય કે પ્રાચીન જૈન વિચારધારામાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ જેવાં તત્ત્વોને જીવંત ગણવામાં આવતાં નહોતાં, પણ ફક્ત વનસ્પતિ જ જીવંત છે એમ મનાતું. તેથી શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના પાંચમા ઉદેશમાં વનસ્પતિશાસ્ત્રનું વર્ણન વિશિષ્ટ પ્રકારનું છે. તેની તથા યાસ્કના નિકતની અહીં તુલના કરવાથી તે સ્પષ્ટ થશે. નિરુકત ૧.૨ જણાવે છે કેઃ પદ્માવવિવાર અવન્તીતિ વાળ, ગાયોતિ વિપરિણમત્તે વધતૈપક્ષીય વિનશ્યતિ | પતંજલિએ પણ તેના મહાભાષ્યમાં (૧.૩ ૧.૧૧) આનો ઉલ્લેખ કર્યો છે. આ છ ભાવવિકારોને શસ્ત્રપરિજ્ઞાના વનસ્પતિશાસ્ત્ર સાથે આ પ્રમાણે સરખાવી શકાય:નિરુકત ૧.૨ (વાર્ષાયણિ) શસ્ત્રપરિજ્ઞા ૫.૪૫ जायते, નાતિધર્મપ્તિ, विपरिणमते, विपरिणामधम्मयं, चयोवचइयंવધતિ, वुड्दिधम्मयंअपक्षीयते, छिण्णं मिलातिविनश्यति, अणितियं, असासयंપાંચમા ઉદેશમાં વનસ્પતિ જીવંત છે તેવું સ્પષ્ટ વર્ણન થયું છે, અને તે પર છ ભાવવિકારોના વિચારની અસર થઈ છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાં વનસ્પતિ જીવંત છે તેમ મનાતું હતું (જુઓ વેઝુલેર ૧૯૮૬, વાલ્લેર RULU; Bewusstsein und Wahrnehmungsvermoegen von Pflanzen aus hinduistischer Sicht - RE દષ્ટિએ વનસ્પતિનાં અંતઃકરણ અને ઇંદ્રિયપ્રત્યક્ષની ક્ષમતા, ગ્રાઝ ૧૯૮૯ ૫. ૧૪૭-૧૬૯). વનસ્પતિને કાપવામાં જ જ જ ઝ સ હ [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
SR No.249691
Book TitleLuptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages49
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy