SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે આવાં ચેડાં કરવાનો કોઈ પણ વિદ્વાનને અધિકાર મળતો નથી. ૨. બ્યોહતલિંગે ૧૮૮૯માં પ્રકાશિત ‰.ઉપ.ની અને છા.ઉપ.ની આવૃત્તિઓમાં અનેક કલ્પિત પાઠોના સુધારા-વધારા કર્યા પછી તેણે તે વિષે કાંઈ જુદા જ વિચારો વ્યક્ત કરવા લેખો લખ્યા, જેની ઓલિવેલેએ (૧૯૯૮/૨) અનેક સ્થળે પ્રસંગવશ નોંધ પણ લીધી છે, જેમ કે : (૧)મૂળપાઠ પ્યાસમ્ (છા.ઉપ.૧.૬.૭ : ૧૦૬, ૫૩૬) ના બદલે તેની આવૃત્તિમાં (૧૮૮૯) વિલાસનમ્, (જુઓ વ્હિટની. ૧૮૯૦. ૪૧૩). પણ તેના લેખમાં (૧૮૯૭/૨-૧૨૭) ભાષર્ માન્યું ! (૨) મૂળ પાઠ રૂતિ ને (બે વાર ઃ છા.ઉપ.૩.૧૧-૬, ૨૦૪, ૫૪૩) તેની આવૃત્તિમાંથી (૧૮૮૯) દૂર કર્યા; પણ તેના લેખમાં (૧૮૯૭/૨.૮૭) કૃતિ ને મૂળ પાઠ તરીકે મંજૂર રાખ્યું (સરખાવો ઃ ૨.૧.૫; ૨.૫.૩૪, તથા ૧૯૯૮/૨. xvi). ૩. બ્યોહતલિંગની, આવા સ્વરછંદી સુધારા-વધારા-વાળી ઉપનિષદની આવૃત્તિએ, તેનો ઉપયોગ કરનારા અન્ય ઘણા વિદ્વાનોને તે ઉપનિષદના અનેક પાઠો-પાઠાંતરો અને મૂળ ગ્રંથ-પાઠ બાબતે ભ્રમમાં રાખ્યા; જેમકે : મિત્યુતક્ષરમુળીથમુપાસીત । (છા.ઉપ. ૧.૪.૧ : ૧૭૪, ૫૩૪) ‘‘ઓમ્ એવા આ અક્ષરની જેમ ઉગીથની ઉપાસના કરવી જોઈએ.’’ અહીં બ્યોહતલિંગે કલ્પી લીધું કે છા.ઉપ. ૧.૧.૧(૧૭૦, ૫૩૩)ને અનુસરીને હસ્તપ્રતોમાં અને પૂર્વે રચાયેલી આવૃત્તિમાં સૌથમ્ પાઠ ઉમેરવામાં આવ્યો છે; તેથી તેણે તેની આવૃત્તિમાં દ્રીથર્ પાઠ દૂર કર્યો અને તે માટેનું કારણ તેણે ત્યાં-તે જ પાના પરની પાટિપ્પણીમાં ન જણાવતાં તેની આ છા.ઉપ.ની આવૃત્તિના અંતે નોંધમાં તેનું કારણ જણાવ્યું ! બ્યોહતલિંગની આવી છા.ઉપ.ની આવૃત્તિના આધારે, પણ મોટે ભાગે બ્યોહતલિંગે આપેલી નોંધો વાંચ્યા વગર જ, સેનાર્ટે ૧૯૩૦માં છા.ઉપ.નો (ફ્રેંચ ભાષામાં) અનુવાદ પ્રકાશિત કર્યો. તેમાં બ્યોહતલિંગના સુધારેલા પાઠ (ઓમિત્યંતક્ષરમુપાસીત) ને સેનાર્ટે છા.ઉપ.નો મૂળ ગ્રંથ-પાઠ માની લીધો, અને એ પાઠમાં આવતા અક્ષરમ્ પદમાં કોઈ વિશેષણ ખૂટતું હોય એવી શંકાથી સેનાર્ટ વ્યગ્ર થયો. આ પહેલાં સેનાર્ટે તેના ૧૯૦૯ના લેખમાં જણાવેલું કે વૈદિક સાહિત્યમાં ૩૫+ઞસ્ ક્રિયાપદનો અર્થ “(સાદર) ઉપાસના કરવી” (venerate) એવો જ નહીં, પણ તે શારીરિક, વિધિપરક અને આધિભૌતિક સમાનતા સૂચવતો કોઈ અર્થ પણ ધરાવે છે. આ ઉપરથી સેનાર્ટે ઓમ્ પદમાં છા.ઉપ. ૧.૧.૧માં આવતા ઉત્નીથમ્ પદની સમાનતાનું સૂચન •કર્યું. (જુઓ ૧૯૯૮/૨ છ ૫૩૪-૫૩૫). ૧૮૮૯ની પોતાની આવૃત્તિઓમાં રજૂ કરેલા (‰.ઉપ.અને છા.ઉપ.ના) કલ્પિત પાઠો કાંઈક અયોગ્ય છે એવું જણાતાં, બ્યોહતલિંગે ફરીથી તે વિષેના તેના વિચારો એવા સામયિકમાં (જુઓ ૧૮૯૦, ૧૮૯૭/૧, ૧૮૯૭/૨) પ્રકાશિત કર્યા કે જે ભાગ્યે જ અન્યત્ર જાણીતું થયું હશે કે અન્ય વિદ્વાનોને પરિચિત હશે. આના લીધે સેનાર્ટ પણ ઉપર જણાવ્યા પ્રમાણે ભ્રમમાં રહ્યો ! ૪. ગવાર્યતાટ્ વેનધીત્વ યથાવિધાન ગુરો: હ્રાંતિશેષેળ મિસમાનૃત્ય.... (છા.ઉપ. ૮-૧૫-૧, ૨૮૬, ૫૭૧) ‘‘વિધાનપૂર્વક ગુરુ માટેનાં (દૈનિક) કર્મોમાંથી બાકી રહેલા સમયે વેદનું અધ્યયન કરી આચાર્યના કુળમાંથી (ઘેરથી) પાછા ફરીને.' ૩૨ ] શંકરે તેના છા.ઉપ.ના ભાષ્યમાં અહીં મૂળ પાઠ અતિશેષે માટે અતિશિષ્ટઃ પદનો ઉપયોગ કર્યો છે (... ર્મ યર્તવ્ય તત્-ત્વા... યોઽતિશિષ્ટઃ નિ:... પા. ૫૫૨) [ સામીપ્ટ : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
SR No.249690
Book TitlePrachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy