SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૨૩૮ ) [ લાલઈને લેખ, નં. ૩૪૮. નં. ૧૭ ના ( ઉપરવાળા) લેખની માફક આ લેખ પણ લાલરાઈમાં આવેલા જૈન મંદિરના ખંડેરોમાંથી હસ્તગત થયે છે. તેની તેર પંક્તિઓ હેઈ, ૮” પહોળે તથા ૧૧” લાંબે છે. તે નાગરી લીપિમાં લખેલે છે. પંક્તિ ૧૦ માં આવેલા તથ શબ્દ પછીની બધી પંક્તિઓ પાછળથી ઉમેરેલી છે અને ન્હાના કદના અક્ષરેમાં કરેલી છે. ૩ અક્ષરનું વિચિત્ર સ્વરૂપ,-જેના વિષે ઉપર કહેવામાં આવ્યું છે તે-આમાં પણ વિદ્યમાન છે. આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે. ત્રણ વાર ને બદલે 7 વાપરે છે (પંક્તિ ૧, ૨ અને ૬) નિગ્નલિખિત શબ્દ ધ્યાન ખેંચે તેવા છે—(૧) સૌર (પંક્તિ ૫-૬ અને ૧૨) શબ્દ “હળ” ના અર્થમાં નહિ વપરાતાં “ખેડુત” ના અર્થમાં વપરાયે છે; (૨) જે(પંક્તિ ૭) જે હૈ” શબ્દને માટે વપરાય છે તેને અર્થ હારા નં. ૧૦ ના લેખમાં આપેલા વિવેચન પ્રમાણે “એક જાતનું વજન થાય છે. આ લેખની મિતિ “સંવત ૧૨૩૩ વૈશખ વદિ ૩' છે અને તેમાં નાણુક (જુઓ નં. ૧૫) ના “ભકત” લાખણદેવ તથા અભયપાલ વિષે ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ લખવામાં આવ્યું છે કે ગજરી જાત્રાના ઉત્સવ નિમિતે, પુણ્ય પ્રાપ્ત કરવાની અભિલાષાથી, ભીવડા, આસધર વિગેરે ખેડુતોએ શાંતિનાથ [ ના દેવાલય ] ને ખાડીસરના ખેત્રમાંથી જવના ૪ સેઇ અર્પણ કર્યા. પછી તાજા કલમમાં ઉમેરવામાં આવ્યું છુ કે–આસધર, સીરેઈય આદિ સમસ્ત ખેડુતોએ વિલ્ડ (નામના મનુષ્યના) પુણ્યાર્થે, ભડિયાઉએ (બાડવા) ના અરઘટ્ટ (ગરગડીવાળા કુવા) માંથી જવને એક “હરોથું” (હારક?) તેજ કાર્યને માટે, અર્પણ કર્યો.. (૩૪) એ નંબર વાળે લેખ તથા આ પંક્તિઓ નીચે આપેલું એનું વર્ણન ઉપર જણાવેલા પુસ્તકમાંથી જ ઉતારવામાં આવ્યા છે. વર્ણન આ પ્રમાણે છે – ६४८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249653
Book TitleNadlai Gamna Lekho
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherZ_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy