________________
લાલરાઈને લેખ નં. ૩૪૭ ]
(૨૩૭)
અવલેકને.
જૂના એ ગુજરત્રા (ગુજરાત) હે જોઈએ. નં. ૩ માં સૂચવ્યા પ્રમાણે “ઢા” નો અર્થ એક જાતનું માપ થાય છે. અને નવા ને અર્થ તે જવ (ધાન્ય) થાય છે એ સ્પષ્ટ જ છે.
આ લેખની મિતિ સંવત્ ૧૨૩૩ જ્યેષ્ટ વદિ ૧૩ ગુરૂવારની છે અને નડ્રલમાં રાજ્ય કરતા મહારાજાધિરાજ શ્રી કલ્હણદેવના વખતમાં આ લેખ કરવામાં આવ્યા છે. આગળ એમ વર્ણન કર્યું છે કે સિવાયના અધિપતિ (“ભક્ત”) રાજપુત્ર લાખશુપાલ્ડ (લ) તથા રાજપુત્ર અભયપાલ, તેમજ નાડેલના તામ્રપત્રમાંનું દાન કરનાર અને કેલ્હણના ન્હાના ભાઈ કીતિપાલના પુત્ર તથા રાણી મહિબલદેવી, એ બધા મળીને શાંતિનાથદેવને ઉત્સવ ઉજવવાને માટે ગ્રામ્યપંચ (“ ”) ની સમક્ષ એક ભેટ અર્પણ કરી કેભડિયાઉવ ગામના ઉરહારી (ગરગડીવાળા કુવા) થી ઉપજતા (પાકતા) જવને એક હારક (“નુત્તાત્રા” ના દેશમાં વપરાતું મા૫) હમેશાં આપવામાં આવશે. સાક્ષિઓનાં નામે જતાં રહ્યાં છે.
આ લેખમાં જણાવેલું સિનાણુવ તે જેને નં. ૧૬ માં સંનાણક કહ્યું છે તે તથા નં. ૧૪ માં વર્ણવેલું નાણું, એકજ હેવું જોઈએ. ભડિયાવિ પણ નં. ૧૬ માં આવેલું છે અને તે લાલરાઈથી નેત્રાત્ય કણમાં પાંચ માઈલને છેટે આવેલું બડવા (બરવા) છે. સમીપાટી જે ૧૩ મી પંકિતમાં આવેલું છે તે સેવાડિ છે એમ ઉપરના લેખમાં જણાવેલું જ છે. ગુજરાવ નં. ૧૬ માં આવેલું છે અને તે ભેજ દેવ પ્રથમના પ્રતિહારવાળા દૈલતપુરા લેખમાં વર્ણવેલે ગુર્જરત્ર હવે જોઈએ કે જે હાલના પર્બતસાર, મરેટ અને ડીડવાણાના મુલકમાં છે. નડૂલ એ નાડેલ જાણવું જોઈએ.
( ૩૪૮ ) આ લેખ પણ ઉકત પુસ્તકમાંથી લીધેલ છે અને એનું વર્ણન પણ ત્યાંથીજ અનુવાદિત કરી નીચે આપવામાં આવે છે –
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org