SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જ્યાં ત્યાં ચેમાસામાં બ્રાહ્મણ સંપ્રદાયમાં મહાભારત, રામાયણુ અને ભાગવત જેવાં શાસ્ત્રો વાંચવાની ભારે પ્રથા હતી. લેાકા એ તરફ્ ખુબ ઝુકતા. બૌદ્ધ સંપ્રદાયમાં પણ જિનચરિત અને વિનયના ગ્રંથા વંચાતા જેમાં બુદ્ધ ભગવાનનું જીવન અને ભિ′એના આચાર આવતા. આ કારણથી લેાકવર્ગીમાં મહાન પુરુષોનાં જીવન ચરિત્ર સાંભળવાની અને ત્યાગીઓના આચાર જાણવાની ઉત્કટ રુચિ જાગી હતી. એ રુચિને તૃપ્ત કરવા ખાતર યુદ્ધિશાળી જૈન આચાર્યાએ ધ્રુવસેન જેવા રાજાની તક લઈ કલ્પસૂત્રને જાહેર વાચન તરીકે પસદ કર્યું. એમાં જે પહેલું જીવન ચરિત્ર ન હતું તે ઉમેર્યું અને માત્ર સામાચારીનેા ભાંગ જે સાધુ સમક્ષ જ વંચાતા હતા તે ભાગને ગાણુ કરી શરૂઆતમાં ભગવાન મહાવીરનું ચરિત દાખલ કર્યું; અને સર્વ સાધારણને તે વખતની રુચિ પ્રમાણે પસંદ આવે એ ઢમે અને એવી ભાષામાં તે ગાડયું. વળી જ્યારે લેાકેામાં વધારે વિસ્તાર પૂર્ણાંક સાંભળવાની રુચિ જન્મી, કલ્પસૂત્રની લેાકેામાં ભારે પ્રતિષ્ઠા જામી, અને પશુસણુમાં તેનું જાહેર વાચન નિયમિત થઇ ગયું ત્યારે વખતના વ્હેણુ સાથે સયેાગા પ્રમાણે આચાર્યોંએ ટીકાઓ રચી. એ પ્રાકૃત અને સંસ્કૃત ટીકા પણ વંચાવા લાગી. ૧૭ મા સૈકા સુધીમાં રચાયેલી અને તે વખતના વિચારાના પડધા પાડતી ટીકા પ્ એક અતિ જૂના ગ્રંચ તરીકે વંચાવા અને સભળાવા લાગી. છેવટે ગૂજરાતી અને હિન્દી ભાષામાં પણ એ બધું ઉતર્યું અને આજે જ્યાં ત્યાં વંચાય છે. આ બધું જ સારૂં છે અને તે એટલા કારણસર કે તે લેાકેાની ભાવના પ્રમાણે ખાતું રહ્યું છે. કલ્પસૂત્ર અક્ષરશઃ ભગવાન મહાવીરથી જ ચાલ્યું આવે છે. અને એમના વખતની જ રીતે આજે પણ વંચાય છે એમ માની લેવાની કાઈ ભુલ ન કરે, લેશ્રદ્ધા, લેાકરુચિ અને ઉપયેાગિતાની દૃષ્ટિએ જે ફેરફારા થાય છે તે જો બુદ્ધિપૂર્વક કરવામાં આવે તેા લાભદાયક જ નીવડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249637
Book TitleParyushan Parv ane Teno Upayog
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages9
LanguageGujarati
ClassificationArticle, 0_not_categorized, & Paryushan
File Size494 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy