SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ કોઈ પણ ભાષા, અને બીજે કઈ પણ વિચાર અસહ્ય લાગે છે. અને બીજો વર્ગ એવો છે કે તેને જે સામે આવે તે જ સારું લાગે છે. પિતાનું નવું સર્જન કાંઈ હોતું નથી, પિતાનો વિચાર હતો નથી, તેને પિતાનાં સ્થિર થે પણ કાંઈ હોતાં નથી માત્ર જે તરફ લકે ઝુકતા હોય તે તરફ તે વર્ગ ઝુકે છે. પરિણામે સમાજના અને વર્ગોથી આપણું ધર્મના વિશિષ્ટ તને વ્યાપક અને સારો ઉપયોગ થઈ શકતો જ નથી. તેથી જરૂરનું એ છે કે કેમાં જ્ઞાન અને ઉદારતા ઉતરે એવી કેળવણું આપવી. આ કારણથી પરંપરામાં ચાલ્યું આવતું કલ્પસૂત્રનું વાચન ન રાખતાં અમે કેટલાક ખાસ વિષય ઉપર ચર્ચા કરવાનું ગ્ય ધાર્યું છે. એ વિષય એવા છે કે જે જેનધર્મના કહે કે ( સર્વ ધર્મના ) પ્રાણભૂત છે. અને એની ચર્ચા એવી દષ્ટિએ કરવા ધારી છે કે જેથી એ તોનો ઉપયોગ બધી દિશામાં બધા અધિકારીઓ કરી શકે. જેને જેમાં રસ હોય છે, તેમાં તત્વથી ફાયદો ઉઠાવી શકે. આધ્યાત્મિકપણું કાયમ રાખી સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ સાધી શકાય. ' નવી પરંપરાથી ડરવાને કશું જ કારણ નથી. અત્યારની ચાલુ પરંપરાઓ પણ કાંઈ શાશ્વત નથી. જે રીતે અને જે જાતનું કલ્પસૂત્ર અત્યારે વંચાય છે તે પણ અમુક વખતે અને અમુક સંયોગમાં જ શરૂ થયેલું. લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં તો આવી જાહેર સભામાં અને જાહેર રીતે કલ્પસૂત્ર વંચાતુ જ નહતું. એ ફક્ત સાધુસભામાં જ અને તે પણ ફક્ત અમુક કેટિના સાધુને મોઢેથી જ વંચાતું. પહેલાં તો તે રાતે જ વંચાતુ અને દિવસે વંચાય ત્યારે અમુક સંગોમાં સાધુ સાધ્વીઓ ભાગ લઈ શકતા. વળી આનંદપુર નગરમાં ધ્રુવસેન રાજાના સમયમાં કલ્પસૂત્રને ચતુર્વિધ સંઘ સમક્ષ વાંચવાની તક ઉભી થઈ. એમ થવાનું પ્રાસંગિક કારણ એ રાજાના પુત્ર-શોકના નિવારણનું હતું પણ ખરું કારણ તો એ હતું કે તે વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249637
Book TitleParyushan Parv ane Teno Upayog
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages9
LanguageGujarati
ClassificationArticle, 0_not_categorized, & Paryushan
File Size494 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy