________________
૨૩૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા કાન ઉપર્યુક્ત આશયપંચક શૂન્ય હોય અર્થાત્ એ આશયરૂપ ઉપયોગ યા તે ભાવથી શૂન્ય હોય તે તુચ્છ ગણાય, ત્યારે અશુદ્ધને તે વિચાર જ શું કરે?
ધર્મબીજની લાયકાતવાળા જીવમાં ધમબીજનું વાવે તર થયા બાદ દેશનાદિ દ્વારા જે એનું સિંચન કરવામાં આવે, તે અંતમાં સદ્ધર્મની એટલે કેત્તર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ લોકોત્તર ધર્મ વાસ્તવિક નિર્મળ ચિત્તરૂપ છે અને એ નિર્મળ ચિત્તના શુભ પરિણામજનિત શુભ અનુષ્ઠાનરૂપ છે. જ્યાં સુધી મળને વિગમ થતું નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મને પ્રાદુર્ભાવ થતો નથી. રાગ, દ્વેષ અને મેહ એ મળરૂપ છે. તેમને સમ્યજ્ઞાન અને સમક્રિયા દ્વારા નિગમ થાય છે. એ વિગમ દ્વારા જેટલી શુભ પરિ ણતિ થાય એટલે કે-જેટલા શુભ સંકલ્પો થાય, તેટલા અંશમાં ધર્મની પુષ્ટિ થાય છે. એ શુભ ઉપગને જ સવિકલ્પ સમાધિ' કહેવામાં આવે છે. એને દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન અને દઢીકરણ થાય છે તથા એ રાગાદિના વિગમથી જે ચિત્તની વાસ્તવિક શુદ્ધિ થાય તે કર્મની નિર્જરા થાય છે અને આત્મા શુદ્ધ દશામાં સ્થિર થાય છે. આ શુદ્ધ દશાને “શુદ્ધ ઉપયોગ” કહેવાય છે, જે નિર્વિકલ્પક દશારૂપ છે, જેમાં એકત્વને આવિષ્કાર થાય છે. આવા પુષ્ટિ અને શુદ્ધિ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ, સ્થિરતા તથા સફળતા પૂર્વોક્ત આશયપંચક દ્વારા થાય છે. આ બન્ને (પુષ્ટિ અને શુદ્ધિ) જે અનુબંધી હોય તે ફળજનક બને છે. એને અનુબંધ પ્રણિધાનાદિરૂપ ભાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org