SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જૈનવિભાગ અમે વીવા વાર તહેવાર સવાંગ ન પાલટુંરે, નવી જાણું સાલ દુશાલ,•••••••••• અમે ગામડીયા ગમાર, નગર ના જાણીયેરે, અમે મેલડીયા હીંગતેલ અમે તો વાણીયારે. ૧૧૯ સ્વપ્નય નહિ ધારેલો એમને ઉત્તર સાંભળી શેઠ તે વિસ્મય પામી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ધન્ય છે એની ઉદારતાને અને સત્યને શોભાવે તેવા તેના વિનયને. ચાંપશી મહેતાએ બેમાને કહ્યું કે શેઠ શ્રીમંત કે દાતા તે તમે છે, અમે તો તમારા નેકર થવાને યોગ્ય છીએ. પછી મહાજન ખેમાને પાલખી-મયાનામાં બેસાડી ચાંપાનેર લાવ્યા. મહાજન તેને પાદશાહ પાસે લઈ ગયું અને જણાવ્યું કે પાદશાહ આ શેઠ ૩૬૦ દીવસે આપશે. પાદશાહ તો આ મેલાં ઘેલાં જાડાં કપડાં જોઈ આશ્ચર્ય પામતે તેને પુછવા લાગે કે તમારે ઘેર કેટલાં ગામ છે, ત્યારે ખેમ બેલ્યો–મારે ઘેર બે ગામ છે. પાદશાહે પુછ્યું-ક્યાં કયાં બે ગામ છે? ત્યારે તેણે કહ્યું પળી અને પાલી. ૫લી અને પાલી પાદશાહ આગળ મુકી કહ્યું –આ બે ગામ છે. પળી ભરીને આવું છું અને પાલી ભરીને લઉં તવ બે બેલી મહારે છે બે ગામ, સાહ કહે જે ગામ રે, દનું કયા કયા નામ. ૧૨૯ મુકે તવ પાલી પળી મુખ આગલ સુલતાન, દે તેલ ૧લી ભરઈ પાલીયું લેઉં ધાન. ૧૨૭ પાદશાહ આ સાંભળી ઘણો ખુશ થયો અને વિચારવા લાગ્યો કે મારી પ્રજામાં આવા ઉદારચરિત ભડવીર નરે વસે છે માટે મારે પણ ખુશી થવા જેવું છે. ત્યાર પછી પાદશાહે ખુશી થઈ મહાજનને પણ બીરૂદથી નવાજ્યા અને ત્યારથી એક શાહ વાણી અને બીજો શાહ બાદશાહ આ કહેવત બરાબર ચાલતી રહી. ખરેખર ધન્ય છે એમાની ઉદારતાને તેના વિનયને તેની સાદાઈને કે જે પાદશાહ એટલે તે વખતના મનાતા દેવસરખા પુરુષ પાસે જતાં જેણે પોતાની સાદાઈ નમ્રતા ન છોડી. અંતે તેણે એક વરસ સુધી દુષ્કાળમાં પુષ્કળ પૈસે ખર્ચા ગુજરાતને ઉગાર્યું અને શાહની પદવી સાચવી. અત્યારે તે રૈયત નથી છતાં તેની ઉદારતા ગુજરાતીની સેવા તેનું ગાંભીર્ય સાદાઈ આદી ગુણે તે અત્યારે પણ સૂર્યના પ્રકાશની જેમ ઝળહળી રહ્યા છે. આવા ઉદાર અને દિલાવર દિલના ગૃહસ્થના ગુણને ધન્યવાદ સિવાય આપણુથી શું બીજું આપી શકાય તેમ છે ? તે દુષ્કાળનું વર્ષ પૂરું થયા પછી પવિત્ર તીર્થ શ્રી શત્રુંજયની યાત્રા કરી સ્વર્ગસ્થ થયા. તેવા સાધુપુરુષને આપણું કરડવાર નમસ્કાર છે. સાથે અત્યારના આ ભારતવર્ષના સંઘમાંથી કેઈક પ્રેમે પાકે એમ ઈચ્છી હું આગળ વધીશ. - ૧ તે વખતના સમયમાં પાલખીમાં બેસવું એ એક મહેતું માન ગણવામાં આવતું હેય તેમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249572
Book TitleJain Danviro
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size835 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy