________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર આવેલા સર્વ સૈકાલિક શેયો અલ્પ છે." જો પરિસ્થિતિ આવી હોય તો વિષયભૂત શેયોના આધારે જ્ઞાનના આનત્યની વાત કરવી યોગ્ય નથી. સર્વયોને જાણે છે માટે અનન્તજ્ઞાન અનન્ત છે એમ કહેવું સદંતર ખોટું છું. સર્વ યો તો અલ્પ છે. જ્ઞાનનું આનન્ય સર્વ ફોયોની અલ્પતાને આધારે કેવી રીતે સ્થાપી શકાય ? જ્ઞાનનું આનન્ય સર્વ શેયોને વિષય કરવાને કારણે નથી. વિષય નિરપેક્ષ જ્ઞાનનું આનન્ય છે.
આપણે ઉપર જે વિચારણા કરી તેમાંથી સ્વાભાવિકપણે જ ફલિત થાય છે કે જેઓ એમ કહે છે કે જ્ઞાન અનન્ત છે કારણ કે તે સર્વ યોને જાણે છે તેઓ મોટી ભૂલ કરે છે. વળી, આપણો અભ્યાસ દર્શાવે છે કે પતંજલિ સર્વજ્ઞાનને મહત્ત્વ આપવા માગતા જ નથી. આપણે જોઈશું તેમ, તેઓ અનંતાનને પ્રાપ્ત કરનાર વિવેકીને આવી મળતી કેવળ એક સિદ્ધિરૂપ જ સર્વજ્ઞજ્ઞાનને ગણે છે. અને આપણે સૌ સિદ્ધિઓ તરફના પતંજલિના વલણને જાણીએ જ છીએ. - ધર્મમેઘસમાધિ વિવેકાનની પૂર્ણતાની દર્શક છે. તેથી, પૂર્ણ વિવેકાનને અનન્તશાનથી અભિન્ન ગણી શકાય. જ્યારે બધાં આવરણો અને મળો દૂર થઈ જાય છે ત્યારે વિવેકાન આપોઆપ પૂર્ણતા પામે છે અને જ્યારે વિવેકાન પૂર્ણતાએ પહોંચ્યું હોય છે ત્યારે બધાં આવરણો અને મળો દૂર થઈ ગયા હોય છે. આનો અર્થ એ કે (પૂર્ણ) વિવેકજ્ઞાન અનન્તજ્ઞાન સિવાય બીજું કંઈ નથી.
આમ સર્વજ્ઞાનનું કારણ (બીજ) નિરતિશયજ્ઞાન (= અનન્તજ્ઞાન) છે એમ કહેવું એ સર્વજ્ઞાાાન વિવેકજ છે એ કહેવા બરાબર છે. સર્વજ્ઞજ્ઞાનનું બીજું નામ તારકજ્ઞાન છે. અને પતંજલિ સ્પષ્ટપણે જણાવે છે કે તારકજ્ઞાન વિવેકજ છે. તેમણે તારકશાનને સિદ્ધિઓના નિરૂપણમાં જ સ્થાન આપ્યું હોઈ એ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે તે કેવળ એક સિદ્ધિરૂપ જ છે.
અનન્તજ્ઞાનને (વિવેકજ્ઞાનને) સર્વજ્ઞાાનના બીજરૂપ (કારણરૂ૫) કેમ ગણવામાં આવ્યું છે ? એ માટે ઉચિત તર્ક છે. પતંજલિ સૂચવવા માગે છે કે અનન્તજ્ઞાન પ્રાપ્ત થતાં આપોઆપ જ સર્વજ્ઞાાન થતું નથી. અનન્તજ્ઞાન પ્રાપ્ત થતાં સાધક સર્વને જાણવાની શક્તિ (લબ્ધિઓ પ્રાપ્ત કરે છે, પરંતુ તે વાસ્તવમાં તે બધાને જાણતો નથી. તે બધાને જાણે છે ત્યારે અને તો જ, જ્યારે અને જો તે ક્ષણ અને ૬ ક્ષણક્રમ ઉપર સંયમ ( = ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણે) કરે. આનો અર્થ એ કે સર્વને જાણવાની પ્રાપ્ત શક્તિ અમુક ખાસ શરતને અધીન જ વ્યાપારાવિત બને છે. જો શાન અનન્ત બનતાં જ આપોઆપ સર્વજ્ઞ બની જતું હોય તો અનન્તજ્ઞાનને સર્વજ્ઞાાનનું કારણ (બીજ) ન ગમ્યું હોત; એ પરિસ્થિતિમાં તો તેને સર્વજ્ઞાનથી અભિન્ન જ ગણવામાં આવ્યું હોત. પરંતુ જ્ઞાન અનન્ત બનતાં આપોઆપ સર્વજ્ઞ બની જતું ન હોઈ અનન્તજ્ઞાનને સર્વશજ્ઞાનનું કારણ (બીજ) ગણાવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org