________________
ભારતીય તત્ત્વજ્ઞાન પતંજલિ આપણને જણાવે છે કે સંપ્રજ્ઞાત યોગની સાધના દરમ્યાન જે સાધક કશાની (કોઈ સિદ્ધિની) ઇચ્છાન કરે તો તે અવશ્ય અપ્રતિપાતી અને પૂર્ણ વિવેકખ્યાતિ પામે છે, અને એને પરિણામે ધર્મમેઘસમાધિનો તેને લાભ થાય છે. વધારામાં તે કહે છે કે ધર્મમેઘસમાધિની પ્રાપ્તિ થતાં જ લેશો અને કર્મોનો નાશ થાય છે. આમાંથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે જે વિવેકી ધર્મમેઘસમાધિ પામે છે તે હમેશ માટે કલેશો અને કર્મોથી મુક્ત થઈ જાય છે. (ભાષ્યકાર વ્યાસ આ વ્યક્તિને જીવન્મુક્ત કહે છે.)
પતંજલિએ અસંદિગ્ધપણે કહ્યું છે કે કર્ભાશયનું મૂળ કારણ (root-cause) કલેશો છે. વધુમાં તે કહે છે કે જ્યાં સુધી મૂળનું (એટલે કે લેશોનું અસ્તિત્વ છે ત્યાં સુધી વિપાક છે. આ બે વિધાનોમાંથી સ્પષ્ટ તારણ એ નીકળે છે કે લેશોના અભાવમાં કર્ભાશય અને વિપાક હોઈ શકે નહિ.
ધર્મમેઘસમાધિ પ્રાપ્ત થતાં વિવેકી લેશો અને કર્મોમાંથી મુક્ત થાય છે, અને લેશોમાંથી મુક્ત થતાં જ તે વિપાક અને આશયમાંથી પણ મુક્ત થાય છે. આ બધામાંથી સ્વાભાવિકપણે જ ફલિત થાય છે કે જે વિવેકીએ ધર્મમેઘસમાધિ પ્રાપ્ત કરી છે તે ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અસ્કૃષ્ટ છે. અને તેથી તેને ઉચિતપણે જ વિશિષ્ટ પુરુષ ગણી શકાય, કહી શકાય. ‘ઈશ્વર’પદથી પતંજલિને આ વિવેકી અભિપ્રેત છે.
(૨) હવે પછીનું સૂત્ર છે – तत्र निरतिशयं सर्वज्ञबीजम् । १.२५
ત્યાં ( ઈશ્વરમાં) સર્વજ્ઞતાના બીજભૂત (= કારણભૂત) નિરતિશય અર્થાત્ અનન્ત જ્ઞાન છે.
જે વિદ્વાનો અનન્તજ્ઞાનનો સર્વજ્ઞાન સાથે ખોટી રીતે અભેદ કરે છે તેમનામાં અનન્તજ્ઞાન અને સર્વશજ્ઞાન બાબતે ઘણો ગૂંચવાડો અને ગેરસમજ રહેલો જણાય છે, આ ગૂંચવાડાને અને ગેરસમજને દૂર કરતું હોવાથી આ સૂત્ર મહત્ત્વનું છે. તે સૂચવે છે કે અનન્તજ્ઞાન અને સર્વજ્ઞાનનો અભેદ નથી, તે બંને એક નથી.
અનન્તજ્ઞાન અને સર્વજ્ઞાનના ભેદની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત કરવા તેમજ પ્રસ્તુત સૂત્રની પૂરેપૂરી સાચી સમજૂતી આપવા આપણે બીજાં સહાયક સૂત્રો તરફ ધ્યાન આપવું પડશે.
પતંજલિ અસંદિગ્ધ શબ્દોમાં જણાવે છે કે ધર્મમેઘસમાધિની પ્રાપ્તિ થતાં કલેશ અને કર્મોનો નાશ થવાની સાથે જ બધાં આવરણો અને મળો દૂર થઈ જાય છે અને જ્ઞાન આનન્ય પ્રાપ્ત કરે છે. આમ અનન્તજ્ઞાન (કે નિરતિશયજ્ઞાન) નિરાવરણ જ્ઞાન સિવાય બીજું કશું નથી. જે જ્ઞાન તેના પૂર્ણ પ્રાકટચને રોકનાર આવરણો અને મળોથી મુક્ત થઈ ગયું છે તે જ અનન્તજ્ઞાન છે.
અનન્તજ્ઞાન એ સર્વજ્ઞજ્ઞાન નથી. પતંજલિ કહે છે કે ધર્મમેઘસમાધિ સિદ્ધ કરનાર વિવેકીના જ્ઞાનના આનત્યની સરખામણીમાં યુગપટ્ટે એક સાથે સંગૃહીત કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org