________________ 280 જિનતત્ત્વ દરેકની વિશિષ્ટ પારિભાષિક અર્થચ્છાયા છે. ઉદાહરણ તરીકે મૌનને વાણી ઉપરના સંયમ તરીકે કોઈ ઓળખાવી શકે, પરંતુ વસ્તુત: તેનો વચનગુપ્તિમાં સમાવેશ થઈ જાય છે. શરીરની કેટલીક પ્રવૃત્તિઓ ન કરવી તેને કાયા ઉપરના સંયમ તરીકે ઓળખાવી શકાય, પરંતુ વસ્તુત: તેનો સમાવેશ ઈર્ષા સમિતિમાં થઈ જાય છે. જીવોની હિંસા ન કરવી તેને કોઈ સંયમ તરીકે ઓળખાવી શકે, પરંતુ વસ્તુતઃ તેનો સમાવેશ ચારિત્રમાં થઈ જાય છે. પાંચ સમિતિ ધારણ કર્યા વગર અણુવ્રત કે મહાવ્રત ધારણ કર્યા હો તો તેને માત્ર વિરતિ કહેવામાં આવે છે. પાંચ સમિતિ સહિત અણુવ્રત કે મહાવ્રત ધારણ કરવામાં આવ્યાં હોય તો તેને સંયમ કહેવામાં આવે છે. આમ, બીજા કેટલાક પર્યાયો કરતાં “સંયમ’ શબ્દ વધુ મહત્ત્વનો અને ગહન અર્થવાળો છે. સંયમના પ્રકાર જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા ગણવામાં આવે છે. મન, વચન અને કાયાને લક્ષમાં રાખી સંયમના મન:સંયમ, વચનસંયમ અને કાયસંયમ એમ ત્રણ મુખ્ય પ્રકાર ગણાવાય છે. કેટલાક આ ત્રણ પ્રકારની સાથે “ઉપકરણ સંયમને ઉમેરીને સંયમના ચાર પ્રકાર દર્શાવે છે. સંયમ (અથવા ચારિત્ર)ના સ્થાનાંગ સૂત્ર'માં પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (1) સામાયિક સંયમ, (2) છેદોપદસ્થાનીય સંયમ, (3) પરિહાર-વિશુદ્ધિ સંયમ, (4) સૂક્ષ્મ સંપરાય સંયમ અને (5) યથાખ્યાત સંયમ. સંયમના ઉપર્યુક્ત જુદા પ્રકારોને સમાવી લેવા સાથે ચાર કષાયો, ઇન્દ્રિય અનુસાર જીવના જુદા જુદા ભેદો તથા અજીવ તત્ત્વને લક્ષમાં રાખી સંયમના 17 પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. સંયમ એટલે જીવન જીવવાની કળા. સંયમ એટલે જીવનનો મહામંત્ર. સંયમ એટલે આશ્રવનો નિરોધ. સંયમ એટલે ઇન્દ્રિયો અને ચિત્ત ઉપર વિજય મેળવી આત્મામાં લીન થવાનું અમોઘ સાધન. આચારાંગ નિર્યુક્તિ માં કહ્યું છે કે સંસારનો સાર ધર્મ છે; ધર્મનો સાર જ્ઞાન છે; જ્ઞાનનો સારા સંયમ છે અને સંયમનો સાર નિર્વાણ છે. लोगस्स सारं धम्मो, धम्मं च नाणसारयं बिति। नाणं संजमसारं, संजमसारं च निव्वाणं। એટલા માટે જ ભગવાન મહાવીરે ઉત્કૃષ્ટ ધર્મમંગલમાં અહિંસા અને તપથી સાથે સંયમનો પણ સમાવેશ કર્યો છે : धम्मो मंगलमुक्किटुं अहिंसा संजमो तवो। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org