SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ઉપરાંત વ્રત લેનારની વૈયાવચ્ચ કરવા માટે ઓછામાં ઓછા બીજા બે (વધુમાં વધુ અડતાળીસ) સાધુઓ ન હોય ત્યાં સુધી ગુરુમહારાજ વ્રત માટે અનુજ્ઞા આપતા નથી હોતા. જે સાધુઓ આ પ્રકારની વૈયાવચ્ચ કરે છે તેને નિઝામણાં (નિર્ધામણા) કહેવામાં આવે છે. જ્યાં સુધી આહાર-પાણી લેવાની છૂટ હોય ત્યાં સુધી સાધકને માટે યોગ્ય સમયે, યોગ્ય આહાર મેળવવાની જવાબદારી તથા સાધકને બીજા લોકો આવીને વ્રતમાંથી ચલિત ન કરે તે જોવાની જવાબદારી, સાધકને સતત આત્મ-રમણતામાં રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જવાબદારી અને સાધકને દેહભાવ આવી જતો હોય ત્યારે તેને આત્મભાવમાં સ્થિર કરવા માટે તેવા પ્રકારનાં વચનો, સ્તોત્રો, મંત્રો ઇત્યાદિ સંભળાવવાની જવાબદારી આ નિઝામણાં કરાવનાર સાધુઓની હોય છે, કારણ કે વ્રત લેવું એ તો કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું, અને અંત સમય સુધી અસમાધિનો ભાવ ન આવે તે જોવું એ તો એથી પણ અત્યંત કઠિન છે. સંલેખનાવ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ આરાધનાઓ કરવાની હોય છે, જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાનોની અને અતિચારોની આલોચના, પંચપરમેષ્ઠિને નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. આમ, સંલેખનાવત જૈનોનું એક પરમ ઉચ્ચ વ્રત છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરનાર વિરલ વ્યક્તિઓ જ આ વ્રત અંગીકાર કરી તેને સાંગોપાંગ પૂર્ણ કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249491
Book TitleSamlekhna
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size331 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy