________________ 82 જિનતત્વ અને નિર્વાણ વખતે બધા જ તીર્થકરોના જીવનમાં અનશન–બાહ્ય તપ અચૂક હોય છે. સંસારમાં બધા જીવો એકસરખી રૂચિ, કક્ષા અને શકિતવાળા નથી હોતા. એટલે જ બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપમાં પેટાપ્રકારો બતાવાયા છે, અને દરેકે પોતાની રુચિ, કક્ષા અને શક્તિ અનુસાર તપની પસંદગી કરવાની હોય છે. અને તેમાં પોતાના આત્માની શક્તિને ફોરવીને ઉચ્ચતમ તપશ્ચર્યા સુધી પહોંચવાનું હોય છે. તપશ્ચર્યા વર્તમાન જીવનમાં માણસને માટે શ્રેયસ્કર નીવડે છે અને આત્મા માટે મોક્ષપથગામિની બની શકે છે. એટલા માટે જ જૈન ધર્મે તમને ઉત્કૃષ્ટ મંગલમાં સ્થાન આપ્યું છે, પંચાચારમાં સ્થાન આપ્યું છે, નવ પદમાં સ્થાન આપ્યું છે અને વીસ સ્થાનકમાં સ્થાન આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org