________________
જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા
જન્માવે છે. વધુ પડતા તપથી ક્યારેક જડતા અને યાંત્રિકતા આવે છે.
તપથી દેહ શુદ્ધ થવો જોઈએ અને આત્મા પવિત્ર બનાવો જોઈએ, પરંતુ ભાવવિહીન યંત્રવત્ તપ કરનારમાં કેટલીક વાર ખાસ કંઈ પરિવર્તન દેખાતું નથી. એવું તપ ફળ આપે છે ખરું, પણ ઘણું ઓછું. ભગવાન મહાવીરસ્વામીના પૂર્વેના સમયમાં તામલી નામનો તાપસ થઈ ગયો. તે ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરતો. માસખમણના પારણે માસખમણ કરતો અને પારણામાં જે આહાર લેતો તે વારંવાર ધોઈને રસસહીન બને પછી લેતો, આટલી બધી ઉગ્ર તપશ્ચર્યા તે કરતો, પરંતુ તે ભાવોલ્લાસ વગર, યંત્રવત્ કરતો. એટલે તેને કેવળજ્ઞાન થયું નહિ. માત્ર દેવગતિ મળી. ભાવોલ્લાસ સાથે એથી ઘણી ઓછી તપશ્ચર્યા એણે કરી હોત તો પણ એને કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. બાલ તપશ્ચર્યા એટલે ભાવ વગર, અજ્ઞાનપૂર્વક કરેલી તપશ્ચર્યા મુક્તિ અપાવતી નથી. માટે જ કહ્યું છે :
न हु बालतवेण मुक्खुत्ति ।
તો પછી પ્રશ્ન થશે કે શું તપશ્ચર્યા કરવી જ નહિ ? માત્ર લાંઘણ કરતા હોય એવી તપશ્ચર્યાથી ફાયદો શો ? એનો જવાબ એ છે કે તપશ્ચર્યા બિલકુલ ન કરતા હોય અને ભોગવિલાસ તથા પ્રમાદમાં સમય વિતાવતા હોય તેના કરતાં લાંઘણ જેવી તપશ્ચર્યા પણ સારી. જેઓ આજે એવી તપશ્ચર્યા કરતા હશે તેઓ કાલે ભાવપૂર્વક કરશે. જે તપશ્ચર્યામાં કર્મની નિર્જરા થવા કરતાં કર્મોનો બંધ વધારે થતો હોય, તેવી તપશ્ચર્યા ન કરવી જોઈએ.
૧
સામાન્ય રીતે અજ્ઞાનપૂર્વક તપ કરનારાઓનો વર્ગ જેમ મોટો હોય છે તેમ તપની અજ્ઞાનપૂર્વક ટીકા કરનારો વર્ગ પણ મોટો હોય છે. ખાધેપીધે સુખી હોય અને એને લીધે તપ કરવાની જેમને બિલકુલ રુચિ થતી ન હોય તથા તપનો જરા પણ મહાવરો ન હોય તેવા લોકો બાલતપ કરનારા થોડા લોકોનો ખોટો દાખલો આગળ ધરી તપ કરનારા લોકોને માટે ટીકા કરવા મંડી જતા હોય છે. એમની ટીકા કેટલીક વાર અસંપ્રજ્ઞાતપણે એમની અશક્તિમાંથી પ્રગટ થતી હોય છે. જેમણે થોડી પણ ભાવપૂર્વક તપશ્ચર્યા કરી છે એવા માણસો સામાન્ય રીતે તપશ્ચર્યાના વિરોધી હોતા નથી.
અલબત્ત, બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું છે, એ નિ:સંશય છે. પરંતુ એથી બાહ્ય તપનો નિષેધ કરવામાં નથી આવ્યો. ખુદ ભગવાન મહાવીરે બાહ્ય અને આત્યંતર એમ બંને પ્રકારની તપશ્ચર્યા કરી છે. બધા જ તીર્થંકરોના જીવનમાં બાહ્ય તપશ્ચર્યા પણ જોવા મળશે. દીક્ષા, કેવળજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org