SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ખાવાનું ખવડાવતી માતાને ભૂખ્યા રહેવાનું કષ્ટ ખાસ લાગશે નહિ, બલ્કે એને બહુ આનંદ થશે. બાહ્ય તપમાં પણ આવું જ છે. એ ભાવોલ્લાસપૂર્વક કરવાનું હોય છે. ઉપવાસ કરનારને આનંદ થવો જોઈએ. ८० તપ એટલે ઇચ્છાનિરોધ; તપ એટલે વાસનાઓ ઉપર વિજય; તપ એટલે તૃષ્ણાનો ત્યાગ. ત૫માં અભ્યાસથી આગળ વધી શકાય છે. એકાસણું પણ ન કરી શકનાર ક્રમે ક્રમે અભ્યાસથી માસખમણ સુધી પહોંચી શકે છે. કોઈ કોઈ સ્થળે માસખમણ કરેલાં માણસોને હરતાંફરતાં અને બધું કાર્ય કરતાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે આ વાતની સાશ્ચર્ય પ્રતીતિ થાય છે. તપશ્ચર્યા સાથે ચિત્તની પ્રસન્નતા ટકી રહેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા ટકે નહિ એટલી હદ સુધી તપશ્ચર્યા કરવાનો નિષેધ છે. ‘દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે : बलं धामं च पेहाए सद्धामारोग्यमप्पणो । खेतं कालं च विन्नाय तहप्पाणं निजुंजए || [દરેકે પોતાની શક્તિ, દૃઢતા, શ્રદ્ધા, આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળ પ્રમાણે સમજી-વિચારીને પોતાના આત્માને તપમાં જોડવો જોઈએ.] ભગવાન મહાવીરે આથી સ્પષ્ટ જ કહ્યું છે કે પોતાની શક્તિની ઉપરવટ જઈને તપશ્ચર્યા કરવી ન જોઈએ. આરોગ્ય સારું ન હોય તેવી વ્યક્તિએ પરાણે ઉપવાસ વગેરે પ્રકારની કઠોર તપશ્ચર્યા ક૨વાની નથી હોતી. ગર્ભવતી સ્ત્રી, બાળકને સ્તનપાન કરાવતી માતા કે રોગિષ્ઠ સ્ત્રી-પુરુષને આવી તપશ્ચર્યા ક૨વાની સખ્ત મનાઈ શાસ્ત્રકારોએ ફરમાવેલી છે. તપ ત્યાં સુધી જ કરવાનું હોય છે જ્યાં સુધી ઇન્દ્રિયો જાગ્રત હોય છે અને ચિત્ત સ્વસ્થ અને નિર્મળ હોય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘જ્ઞાનસાર'માં તપના અષ્ટકમાં કહ્યું છે : तदेव हि तपः कार्यं दुर्ध्यानं यत्र नो भवेत् ! येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ।। [ચિત્તમાં દુર્ધ્યાન ન આવી જાય, યોગોને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયો ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધી જ તપ કરવું જોઈએ.] આમ, જૈન ધર્મે તપશ્ચર્યામાં સરળ મધ્યમ માર્ગ ન સ્વીકારતાં ઉગ્ર તપશ્ચર્યા ઉપર ભાર મૂક્યો છે. પરંતુ તે મનના ભાવો ન બગડે અને ઇન્દ્રિયો અસ્વસ્થ ન બને ત્યાં સુધી. અલબત્ત, ઉગ્ર તપશ્ચર્યા કરનારે વિશેષ સાવધ રહેવાની જરૂર છે. વધુ પડતું જ્ઞાન જો પચાવ્યું ન હોય તો જેમ અહંકાર જન્માવે છે, તેમ વધુ પડતું તપ જો આત્મસાત્ ન થાય તો ક્રોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249455
Book TitleJain Drushtie Tapascharya
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size329 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy