SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા છ પ્રકારની બાહ્ય તપશ્ચર્યામાં આત્માના અનાહારી પદનો અનુભવ કરાવનાર અનશન(ઉપવાસ)ને શ્રેષ્ઠ ગણી છે. દિવસમાં એક ટંક રસહીન લુખ્ખો આહાર લેવો તે આયંબિલ નામનું તપ છે. સંયમપાલન માટે તે ઘણું મહત્ત્વનું તપ ગણાય છે. ઉણોદરીમાં પેટ ઊભું-અધૂરું રાખીને ખાવાનું વ્રત હોય છે. વૃત્તિસંક્ષેપમાં નિશ્ચિત કરેલી વાનગીઓ જ ખાવાથી હોય છે. કર્મની નિર્જરા સાથે, આ પ્રકારની બાહ્ય તપશ્ચર્યા સાથે હારસંજ્ઞા ઉપર વિજય મેળવવાના પુરુષાર્થ ઉપરાંત અહિંસાની ભાવના સંકળાયેલી છે, કારણ કે ન ખાવાથી કે ઓછું ખાવાથી એટલી ઓછી જીવહિંસા થાય છે. ગાંધીજી હંમેશાં પાંચ જ વાનગી જમવામાં લેતા. એક વખત કોઈકે એમને પૂછ્યું કે પાંચ વાનગી જ ખાવાથી શો લાભ ? ગાંધીજીએ કહ્યું, ‘આપણી જમવાની પાંચ વાનગી નિશ્ચિત થઈ જાય અને આપણે હવે છઠ્ઠી વાનગી ખાવામાં લેવાના નથી જ એવો આપણો નિયમ હોય તો તેથી બાકીના બધા જીવોને આપણા તરફથી અભયદાન મળે છે.' ગાંધીજીના આ ઉત્તરમાં જૈનોની અહિંસાની ભાવના બરાબર વ્યક્ત થઈ છે, કારણ કે અન્નમાં પણ જીવ છે અને એ બધા જીવોની હિંસા ઓછામાં ઓછી થાય એ અહિંસાની ભાવના છે. ઉપવાસમાં આ ભાવના સૌથી વધુ પોષાય છે. વાઘ આપણને ખાઈ જવા માટે ધસી આવે અને એના મુખમાંથી આપણે બચી જઈએ તો આપણને કેટલો બધો આનંદ થાય ! વાઘ પાંજરામાં પુરાયેલો હોય તો આપણે કેટલી નિર્ભયતાથી આનંદપૂર્વક આમતેમ ફરી શકીએ છીએ ! એવી જ રીતે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને પાંજરામાં પૂરી દઈએ છીએ જેથી બીજા જીવોને આપણા તરફથી અભયદાન મળે છે. વનસ્પતિ, ફળફૂલ વગેરેમાં પણ જીવો છે એમ જે સમજે છે અને શ્રદ્ધાપૂર્વક માને છે એમને માટે આ વાત છે. ઈશ્વરે આ સૃષ્ટિમાં આપણા ખાવા માટે બધા જીવો ઉત્પન્ન કર્યા છે એમ માનવાવાળાને આ સૂક્ષ્મ વાત સહેલાઈથી નહિ સમજાય. ' ઉપવાસ વગેરે બાહ્ય તપશ્ચર્યામાં પણ વિવિધ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તતી હોય છે. ખાવું હોય અને છતાં ખાવાનું ન મળે અને ઉપવાસ થાય એ એક સ્થિતિ છે. અને ખાવાનું મળતું હોય અને છતાં સ્વેચ્છાએ પ્રેમભાવથી, જ્ઞાનથી, શ્રદ્ધાથી, તપ કરવાની ભાવનાથી ખાવાનું ન ખાવું એ બીજી સ્થિતિ છે, બંને સ્થિતિમાં દેહને કષ્ટ પડે છે, પરંતુ એકમાં એ કષ્ટ તીવ્ર લાગે છે, બીજામાં એ એટલું તીવ્ર લાગતું નથી. પોતે ભૂખ્યા રહી પોતાના બાળકને Jain Education International ૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249455
Book TitleJain Drushtie Tapascharya
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size329 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy