________________
૭૮
જિનતત્વ આહારનો ત્યાગ કરનાર વ્યક્તિની ઇન્દ્રિયોના વિષયો નિવૃત્ત થઈ જાય છે.
તપનો મહિમા તો છે જ. પરંતુ જૈન ધર્મ વિશેષ એમ માને છે કે તપ વડે કર્મની નિર્જરા થાય છે. જ્યારે શુભ કે અશુભ કર્મ બંધાય છે ત્યારે કાર્પણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ આત્માને-આત્મપ્રદેશોને ચોટે છે. અને એ કર્મ ઉદયમાં આવી જ્યારે ભોગવાય છે ત્યારે એ પુલ પરમાણુઓ ઊખડી જાય છે, નીકળી જાય છે, ખરી પડે છે, એટલે કે કર્મની નિર્જરા થાય છે.
આત્માના આઠ રુચક પ્રદેશો સિવાયના પ્રદેશોને કર્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ ચોંટવાની અને ખરી પડવાની આ પ્રક્રિયા પ્રતિસમય નિરંતર ચાલ્યા કરે છે. ઉપવાસ વગેરે તપશ્ચર્યાથી દેહમાં આવી એક પ્રકારની તપ્તતા ઉભવે છે જેથી કાર્મણ વર્ગણાના કેટલાક પુદ્ગલ પરમાણુઓ ખરી પડે છે. આમ, તપથી કર્મની નિર્જરા થાય છે. તેમાં પણ સ્વેચ્છાએ ભાવોલ્લાસપૂર્વક તપ કરીને શરીરને કષ્ટ આપ્યું હોય તો કર્મની નિર્જરા વિશેષ થાય છે. એમાં માત્ર આ જન્મના જ નહિ, પણ જન્મજન્માન્તરનાં કર્મોની નિર્જરા થાય છે. “ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : મવડી સંરિ — તવા નિમ્નરિત્ન ! (કરોડો ભવનાં સંચિત થયેલાં કર્મો તપથી નિર્જરિત થાય છે.)
આવશ્યક સૂત્રની ટીકામાં કહ્યું છે : તાપથતિ અષ્ટક વર્ગ ત ત (આઠ પ્રકારનાં કર્મોને જે તપાવે છે તેનું નામ તપ છે.) “ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : તવેગ વોહા નવિદ્દ (તપથી વ્યવદાન અર્થાત્ કર્મોની શુદ્ધિ થાય છે.) તપથી કર્મની નિર્જરા દ્વારા અશુભ લેશ્યાઓનો પરિહાર થાય છે અને સમ્યક્દર્શન નિર્મળ થાય છે.
આમ, જૈન દર્શનમાં તપશ્ચર્યા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જેમ અહિંસાની બાબતમાં તેમ તપશ્ચર્યાની બાબતમાં પણ જૈન ધર્મ અન્ય ધર્મોની અપેક્ષાએ અંતિમ કોટિની વાત કરે છે. એટલે જ જેટલી ઉગ્ર તપશ્ચર્યા જેને લોકોમાં જોવા મળે છે, એટલી દુનિયાના બીજા કોઈ ધર્મના લોકોમાં જોવા મળતી નથી. મુસલમાનો રમઝાનના દિવસો દરમિયાન એક મહિના સુધી રોજ રોજા કરે ત્યારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાણીનું ટીપું પણ મોઢામાં નાખતા નથી. પરંતુ રાત્રે તેઓ ખાઈ શકે છે. તેમની આ તપશ્ચર્યા જૈનોના ઉપવાસની સરખામણીમાં હળવી તપશ્ચર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org