________________ દયાપ્રેરિત હત્યા - ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ 391 પાશ્ચાત્ય જગતમાં કેટલાક લોકો પશુઓને નિર્દયતાથી રિબાવીને મારી નાખવાનો વિરોધ કરે છે, પરંતુ કતલખાનામાં સ્વયંસંચાલિત યંત્રો દ્વારા મારેલાં પશુઓનું માંસ ખાવામાં કે પ્રયોગશાળામાં પશુઓને મારી નાખવામાં એમને કંઈ વાંધો જણાતો હોતો નથી. અહીં દયાની વાત બહુ જ સપાટી ઉપરની અને બહુ સીમિત પ્રમાણમાં રહેલી હોય છે. એમાં તાત્ત્વિક સિદ્ધાંતની બહ ગહન વાત નથી. વળી એવી નિર્દયતાનો વિરોધ કરનારાઓની પ્રવૃત્તિ મુખ્યત્વે પંચેન્દ્રિય પ્રાણીઓ પૂરતી જ સીમિત હોય છે. વાંદા, મચ્છ૨, માખી, ગરોળી, સાપ, વીછી, કીડી, મંકોડી વગેરેને મારી નાખવામાં રહેલી નિર્દયતાની કોઈ વાત એમને જણાતી કે સ્પર્શતી નથી. પ્રાણીઓને આત્મા હોતો નથી એટલી હદ સુધીની માન્યતા પણ આવા કેટલાક લોકો ધરાવે છે. જૈન ધર્મ મનુષ્યની દયાપ્રેરિત હત્યાનો અસ્વીકાર કરવા ઉપરાંત પ્રાણીઓની પણ દયાપ્રેરિત હત્યાનો અસ્વીકાર કરે છે. બીજાના પ્રાણને, દેહથી છૂટા પાડવાની ઇરાદાપૂર્વક કરેલી ક્રિયા જ જૈન ધર્મને અસ્વીકાર્ય છે. એટલું જ નહિ, જેનો દેહ નજરે દેખાતો નથી એવા સૂક્ષ્મ જીવોની હત્યા કે વનસ્પતિમાં પાંદડું, ફળ, ફૂલ કે ડાળ વગેરેમાં રહેલા એકેન્દ્રિય જીવની દયાપ્રેરિત હત્યા પણ જૈન ધર્મને અસ્વીકાર્ય છે. જો સૂક્ષ્મ જીવોની બાબતમાં જૈન ધર્મની આ માન્યતા હોય તો મનુષ્યની દયાપ્રેરિત હત્યાનો જૈન ધર્મ કેમ સ્વીકાર કરી શકે ? પોતાને માટે કે અન્ય કોઈ માટે “સુખ આવ્યું જીવિત ન વાંછવું ને દુઃખ આવ્યે મૃત્યુ ન વાંછવું' એવી સમષ્ટિની ભલામણ જૈન ધર્મ કરે છે. જૈન ધર્મની આ આધ્યાત્મિક તત્ત્વદૃષ્ટિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org