________________ 402 જિનતત્ત્વ તદ્વીપૂર્તઋત્રિછા-'માં સમાસરચના થયેલી છે. એટલે આ સમાસયુક્ત શબ્દમાં ‘પૂત'ને બદલે પાર્વત્ર શબ્દ મૂકી નહિ શકાય, કારણ કે વ્યાકરણની દૃષ્ટિએ આ અશુદ્ધ છે. તથાબ્રિતિવા કરવા જતાં છંદની ક્ષતિ થશે. માટે નૂત’ને બદલે વાઝ શબ્દ મૂકી શકાય નહિ. એટલે આ એક અનધિકાર ચેષ્ટા છે. કવિએ જે શબ્દ પ્રયોજ્યો છે તે શબ્દમાં પોતાની મરજી મુજબ લોકાચારને લક્ષમાં રાખી ફેરફાર કરવાનો અધિકાર કોઈને નથી, એવો ફેરફાર કવિને અભિપ્રેત પણ ન હોય. આરાધકોએ તો કવિના મૂળ શબ્દને જ વળગી રહેવું જોઈએ. વ્યાવહારિક સૂગથી જે લોકો પર ન થઈ શકે તેમની આરાધના એટલી કાચી સમજવી, વળી કવિનો શબ્દ મનીષીનો શબ્દ છે, આર્ષદ્રષ્ટાનો શબ્દ છે. કવિને “ઘ' શબ્દ નહોતો આવડતો માટે “નૂત' શબ્દ પ્રયોજ્યો એવું નથી, પરંતુ કવિની વાણીમાં જે શબ્દ અનાયાસ સરી પડ્યો છે તે એમના આત્માના અતલ ઊંડાણમાંથી આવેલો છે. માટે સાચા આરાધકોએ મૂળ શબ્દને જ વફાદારીપૂર્વક વળગી રહેવું જોઈએ અને શાબ્દિક સૂગમાંથી ચિત્તને નિવૃત્ત કરી ઉત્તમ અધ્યવસાયમાં રમવું જોઈએ. હિન્દુઓના ગાયત્રી મંત્રમાં પણ પ્રોડયાનું એવો એક શબ્દ આવે છે, કે જે છેલ્લા કેટલાક સૈકાઓથી અશ્લીલ કે બીભત્સ શબ્દ તરીકે પણ વપરાય છે. તેમ છતાં એ મંત્રમાં હજુ સુધી કોઈ પંડિતોએ ફેરફાર કર્યો નથી. એવી અનધિકાર ચેષ્ટા કોઈ કરે તો તે ચલાવી લેવાય નહિ. “ભક્તામર સ્તોત્ર' વિશે કેટલાક સામાન્ય પ્રશ્નોની છણાવટ અહીં મારી અલ્પ મતિ મુજબ કરી છે. એથી અન્ય મત પણ હોઈ શકે. મારી દૃષ્ટિએ બાહ્ય ચર્ચા કે વિવાદ કરતાં સાચી શ્રદ્ધાપૂર્વકની આરાધના જ સૌથી મહત્ત્વની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org