________________ ભગવાન મહાવીર 0 13 જેવા ગંભીર, સિંહ જેવા નિર્ભય, અગ્નિ જેવા જાજવલ્યમાન, વરાહના શિંગ જેવા એકાકી, મહાબલીવદની જેવા સ્થામ(જોરાવરી)વાળા, કાચબા જેવા ગુખેંદ્રિય, સાપની જેવા એક દષ્ટિવાળા, ષોડશાવર્ત શંખની જેમ કોઈ જાતના લેપ વિનાના, સુવર્ણના જેવી દેડકાંતિવાળા, પક્ષીની જેમ સર્વથા મુક્ત, આત્માની પેઠે અસ્મલિત ગતિવાળા, આકાશની પેઠે કોઈ આધાર વિનાના, ભારંડ પક્ષીની પેઠે અપ્રમત્ત, કમળની પેઠે સદા ખરડાયા વિનાના, શત્રુ-મિત્ર, સોનું-ઢેરું, પથ્થર-મણિ તથા ભવ કે મુક્તિ એ બધામાં સર્વથા સમાન વૃત્તિવાળા બની ગયા; અને કરુણાના તો એક મોટા ભંડાર સમા એવા તે ભગવાન વીરવર્ધમાન હવે પછીનાં ત્રીસ વર્ષ ભૂતલમાં વિહરી પોતાનાં વચનામૃતો દ્વારા પ્રજાનું અજ્ઞાન દૂર કરતાં કરતાં અપાપા નગરીમાં પહોંચ્યા. ત્યાં પણ ઉપદેશરૂપ શાંતિમય મેઘ વરસાવી પૂર્ણ શાંતિને પામ્યા. આમ બોતેર વર્ષ સુધી તેઓ પાવન જીવન જીવી ગયા. એ વાતને આજ પચીસસો વરસ વીતી ગયા છતાં તેઓ ભારતની પ્રજાના મનમાં તાજા જ ઝળહળી રહ્યા છે. તેઓ પોતાની અમૃતવર્ષી દેશના દ્વારા જનજીવન શાંતિમય બને અને મનુષ્યમાત્ર વિવેક કેળવી શાંતિસુખ અનુભવે અને ક્રમે ક્રમે તૃષ્ણાનો સંયમ કરી, તૃષ્ણાનો ત્યાગ કરી તેમની જેમ બ્રહ્મવિહારે વિહરે એ માર્ગ આપણને ચીંધી ગયા છે. આપણે જેટલું એ માર્ગે ખરા અર્થમાં ચાલીશું તેટલું જરૂર શાંતિ-સુખ અનુભવીશું. તેમની આ પચીસસોમી શતાબ્દી ઊજવવાનો મુખ્ય ઉદેશ એ છે કે આપણે તેમના પાવન જીવનના પ્રસંગોનું યથાશક્તિ અનુકરણ કરીને પાવન થઈએ. - અખંડ આનંદ, ડિસે. - 1974 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org