________________
જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃત ભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર'
૨૫૯
પદોમાં ચાતુરી અને સુરુચિ સમતોલ પ્રમાણમાં વણાયેલાં દેખાય છે, તો બીજી બાજુ અલંકારોનો અકારણ પ્રયોગ, વસ્તુ-નિરૂપણમાં વૃથા વિસ્તાર કે અકારણ ચાતુરીનાં પ્રદર્શનથી મુક્ત રહ્યાં છે. સમગ્ર રચના આથી અર્થપૂર્ણ બનવા ઉપરાંત સુચારૂ, ભાવવાહી, સુઘટિત, અને વ્યવસ્થિત બની શકી છે. આટલા ગુણો ધરાવતી હોવા છતાં એને અસાધારણ રચના તો કહી શકાય નહીં; તોપણ તે સરસ અને કર્ણપેશલ જરૂર બની છે.
ચૌદમા શતકમાં થયેલા કવિ જ્ઞાનચંદ્રની કાવ્યસૂઝ અને આવડત વિશે પ્રસ્તુત સ્તોત્રથી સહેજે જ ઊંચો ખ્યાલ બંધાય છે; અને તેમની આ કાવ્યકૃતિ ઉત્તર-મધ્યકાળના પ્રારંભની ઉત્તમ જૈન સ્તોત્રાત્મક રચનાઓમાં સ્થાન લઈ શકે તેમ છે.
ટિપ્પણો: ૧. મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અબ્દ-પ્રાચીન-જૈન-લેખસંદોહ, (આબૂ-ભાગ બીજો), શ્રી વિજયધર્મસૂરિ
જૈન ગ્રંથમાળા, પૃ. ૪૦, ઉજ્જૈન વિ. સં. ૧૯૯૪ | ઈ. સ. ૧૯૩૮, લેખાંક ૧, પૃ. ૭. ૨. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૬૪૨, પૃ. ૪૩૭, ૩. રાજશેખરસૂરિના પ્રબંધકોશની મિતિ સં. ૧૪૦૫ ! ઈ. સ. ૧૩૪૯ છે; અને તેમણે મુનિભદ્રની કૃતિનું
સંશોધન સં. ૧૪૧૦ ! ઈ. સ. ૧૩૫૪માં કર્યું છે (દેશાઈ એજન), આથી પૌર્ણિમાગચ્છના સમકાલિક જ્ઞાનચંદ્રનો પણ એ જ સરાસરી સમય ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org