Book Title: Sanskritbhasha Nibaddha Raivatgiri Tirth Stotra
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' (સ્વ) પં. બેચરદાસ દોશી જૈન મહાતીર્થ ઉજજયંતગિરિ વિષયક પુરાણી જૈન તીર્થમાલાત્મક સાહિત્ય રચનાઓ પ્રકાશિત કરવાની પહેલ કરનારાઓમાં એક હતા. એમણે તપાગચ્છીય રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસસૂરિની જૂની ગુજરાતીમાં રચાયેલ બહુમૂલ્ય કૃતિ—“ગિરનાર ચૈત્ર પ્રવાડી”( આ. વિ. સં. ૧૫૧૫ | આ. ઈ. સ. ૧૪૫૯)-પુરાતત્ત્વ અંક ૩ (ચત્ર ૧૯૭૯, પૃ. ૨૯૧-૩૨૨ )માં પ્રકાશિત કરેલી. એમનાથી એક વર્ષ પૂર્વે વિજયધર્મસૂરિ દ્વારા એક બીજા તપાગચ્છીય મુનિ–રત્નસિંહસૂરિ શિષ્ય–દ્વારા “ગિરનાર તીર્થમાલા” એમના ઐતિહાસિક દષ્ટિએ અત્યંત ઉપયુક્ત પ્રાચીન તીર્થમાલા સંગ્રહ (ભાવનગર સં. ૧૯૭૮ ( ઈ. સ. ૧૯૨૨)માં પ્રગટ કરેલી (પૃ. ૩૩-૩૭). (4) પં. દોશી આમ આ ક્ષેત્રમાં બે અપ્રચારીઓમાંના એક હતા તેમ જ હેમહંસસૂરિની ચૈત્યપરિપાટીના આધારે તેમણે ગિરનાર તીર્થ સંબંધે જે ગવેષણા કરી છે તે એ વિષય અનુલક્ષીને સૌ પ્રથમ જ હતી. અહીં રજૂ થઈ રહેલી કૃતિ જ્ઞાનચંદ્રની છે. વસંતતિલકા છંદમાં નિબદ્ધ આ સંસ્કૃત પોડશિકાને સંગ્રહકારે (વા લિપિકારે) “ગિરનાર ચૈત્ય-પરિપાટી સ્તવન” એવું શીર્ષક આપ્યું છે, જે કૃતિની અંદરની વસ્તુને લક્ષમાં રાખીને અપાયું હોય તેમ લાગે છે; પણ મૂળ કર્તાને તો “ઉજ્જયંતગિરિતીર્થ સ્તોત્ર” વા “રૈવતગિરિતીર્થ-સ્તોત્ર” અભિય હોય તેમ લાગે છે. પ્રાંત પદ્યમાં રચયિતાએ પોતાનું “જ્ઞાનેન્દુ”અભિધાન પ્રગટ કરેલું છે; પણ પોતાના ગચ્છ કે પરંપરા વિશે કંઈ જણાવ્યું નથી. સ્તોત્રમાં મંત્રીશ્વર વસ્તુપાલ અને મંત્રીબંધુ તેજપાલે ગિરિ પર નિર્માણ કરાવેલ કલ્પોનો ઉલ્લેખ હોઈ કર્તા ઈ. સ. ૧૨૩૨-૧૨૩૪ બાદ જ લખી રહ્યા હોવાનું સુનિશ્ચિત છે. પણ બે જ્ઞાનચંદ્ર જાણમાં છે : એક તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિની પરંપરામાં થઈ ગયેલા અમરપ્રભસૂરિના શિષ્ય, જેમણે સં૧૩૭૮ | ઈ. સ. ૧૩૨૨માં અર્બુદગિરિ પર દેલવાડાની વિશ્વવિખ્યાત વિમલવસહીમાં ભંગ પશ્ચાત્ પુનઃપ્રતિષ્ઠા કરેલી. બીજા તે પૌણમિક ગુણચંદ્રસૂરિશિષ્ય, જેમણે હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિની રત્નાકરાવતારિકા પર પ્રસ્તુત સૂરિના અનુરોધથી ટિપ્પણ રચેલું. આ બીજા ૫. જ્ઞાનચંદ્રનો સમય આથી ઈસવીસનના ૧૪મા શતકના મધ્યમાં પડે છે, અને એ કારણસર તેઓ રાજગચ્છીય જ્ઞાનચંદ્રથી એક પેઢી પાછળ થયેલા. આમ નજીકના સમયમાં થઈ ગયેલા આ બે જ્ઞાનચંદ્રમાંથી સાંપ્રત સ્તોત્ર કોની રચના હશે તે વિશે નિર્ણય કરવો આમ તો કઠણ છે, પણ દેલવાડાની સં૧૩૭૮ની વિમલવસહી નિ. ઐ, ભા. ૧-૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6