Book Title: Sanskritbhasha Nibaddha Raivatgiri Tirth Stotra
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249374/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' (સ્વ) પં. બેચરદાસ દોશી જૈન મહાતીર્થ ઉજજયંતગિરિ વિષયક પુરાણી જૈન તીર્થમાલાત્મક સાહિત્ય રચનાઓ પ્રકાશિત કરવાની પહેલ કરનારાઓમાં એક હતા. એમણે તપાગચ્છીય રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસસૂરિની જૂની ગુજરાતીમાં રચાયેલ બહુમૂલ્ય કૃતિ—“ગિરનાર ચૈત્ર પ્રવાડી”( આ. વિ. સં. ૧૫૧૫ | આ. ઈ. સ. ૧૪૫૯)-પુરાતત્ત્વ અંક ૩ (ચત્ર ૧૯૭૯, પૃ. ૨૯૧-૩૨૨ )માં પ્રકાશિત કરેલી. એમનાથી એક વર્ષ પૂર્વે વિજયધર્મસૂરિ દ્વારા એક બીજા તપાગચ્છીય મુનિ–રત્નસિંહસૂરિ શિષ્ય–દ્વારા “ગિરનાર તીર્થમાલા” એમના ઐતિહાસિક દષ્ટિએ અત્યંત ઉપયુક્ત પ્રાચીન તીર્થમાલા સંગ્રહ (ભાવનગર સં. ૧૯૭૮ ( ઈ. સ. ૧૯૨૨)માં પ્રગટ કરેલી (પૃ. ૩૩-૩૭). (4) પં. દોશી આમ આ ક્ષેત્રમાં બે અપ્રચારીઓમાંના એક હતા તેમ જ હેમહંસસૂરિની ચૈત્યપરિપાટીના આધારે તેમણે ગિરનાર તીર્થ સંબંધે જે ગવેષણા કરી છે તે એ વિષય અનુલક્ષીને સૌ પ્રથમ જ હતી. અહીં રજૂ થઈ રહેલી કૃતિ જ્ઞાનચંદ્રની છે. વસંતતિલકા છંદમાં નિબદ્ધ આ સંસ્કૃત પોડશિકાને સંગ્રહકારે (વા લિપિકારે) “ગિરનાર ચૈત્ય-પરિપાટી સ્તવન” એવું શીર્ષક આપ્યું છે, જે કૃતિની અંદરની વસ્તુને લક્ષમાં રાખીને અપાયું હોય તેમ લાગે છે; પણ મૂળ કર્તાને તો “ઉજ્જયંતગિરિતીર્થ સ્તોત્ર” વા “રૈવતગિરિતીર્થ-સ્તોત્ર” અભિય હોય તેમ લાગે છે. પ્રાંત પદ્યમાં રચયિતાએ પોતાનું “જ્ઞાનેન્દુ”અભિધાન પ્રગટ કરેલું છે; પણ પોતાના ગચ્છ કે પરંપરા વિશે કંઈ જણાવ્યું નથી. સ્તોત્રમાં મંત્રીશ્વર વસ્તુપાલ અને મંત્રીબંધુ તેજપાલે ગિરિ પર નિર્માણ કરાવેલ કલ્પોનો ઉલ્લેખ હોઈ કર્તા ઈ. સ. ૧૨૩૨-૧૨૩૪ બાદ જ લખી રહ્યા હોવાનું સુનિશ્ચિત છે. પણ બે જ્ઞાનચંદ્ર જાણમાં છે : એક તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિની પરંપરામાં થઈ ગયેલા અમરપ્રભસૂરિના શિષ્ય, જેમણે સં૧૩૭૮ | ઈ. સ. ૧૩૨૨માં અર્બુદગિરિ પર દેલવાડાની વિશ્વવિખ્યાત વિમલવસહીમાં ભંગ પશ્ચાત્ પુનઃપ્રતિષ્ઠા કરેલી. બીજા તે પૌણમિક ગુણચંદ્રસૂરિશિષ્ય, જેમણે હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિની રત્નાકરાવતારિકા પર પ્રસ્તુત સૂરિના અનુરોધથી ટિપ્પણ રચેલું. આ બીજા ૫. જ્ઞાનચંદ્રનો સમય આથી ઈસવીસનના ૧૪મા શતકના મધ્યમાં પડે છે, અને એ કારણસર તેઓ રાજગચ્છીય જ્ઞાનચંદ્રથી એક પેઢી પાછળ થયેલા. આમ નજીકના સમયમાં થઈ ગયેલા આ બે જ્ઞાનચંદ્રમાંથી સાંપ્રત સ્તોત્ર કોની રચના હશે તે વિશે નિર્ણય કરવો આમ તો કઠણ છે, પણ દેલવાડાની સં૧૩૭૮ની વિમલવસહી નિ. ઐ, ભા. ૧-૩૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પ્રશસ્તિમાં વચ્ચે વચ્ચે પ્રયોજિત વસંતતિલકા પદ્યોના છંદોલય તેમ જ શૈલી-પરાગને ધ્યાનમાં રાખતાં ચર્ચા હેઠળનું રૈવતગિરિ-સ્તોત્ર આ રાજગચ્છીય જ્ઞાનચંદ્રની, અને એથી ઈ. સ. ૧૩૨૦-૧૩૨પના અરસાની રચના હોઈ શકે. કૃતિનું સંમતિ સંપાદન શ્રી અગરચંદ નાહટાએ ઘણાં વર્ષો પહેલાં એક જૂની પ્રત પરથી ઉતારી લીધેલા પાના પરથી કર્યું છે. પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા એવું સંસ્કૃત ભાષા-વિશારદ શ્રીકૃષ્ણદેવે એને લક્ષપૂર્વક તપાસી લિપિકારે દાખલ કરેલા અક્ષર અને વ્યાકરણ દોષને નિવાર્યા છે અને કોઈક કોઈક સ્થળે અક્ષર ઊડી જવાથી થયેલ છંદોભંગ પૂર્તિ દ્વારા દૂર કર્યો છે. સ્તોત્ર ઉજ્જયંત મહાતીર્થ અનુલક્ષિત હોઈ તેમાં સ્વાભાવિક જ તીર્થનાયક જિન અરિષ્ટનેમિને પ્રધાનતા અપાઈ છે; એમનો તથા રૈવતગિરિનો મહિમા પ્રારંભનાં પાંચ પઘોમાં કહ્યો છે. તે પછી વાભઠ્ઠમંત્રી કારિત, ગિરનાર પર ચઢવાની પદ્યા (પાછા) વિશે આલંકારિક વાક્યો કહી, ક્રમશઃ ગિરિસ્થિતિ અર્ચનીય સ્થાનોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં (કાશ્મીરના શ્રેષ્ઠી રત્ન તથા મદન દ્વારા (અંબિકાના પ્રાસાદથી) મળેલ નૂતન બિબની પ્રતિષ્ઠા (ઈ. સ. ૯૩૪), તથા સજન મંત્રી દ્વારા પુનરુદ્ધારિત (ઈ. સ. ૧૧૨૯) નેમિનાથના પુરાણપ્રસિદ્ધ મૂળ મંદિર અતિરિક્ત (મંત્રી તેજપાલકારિત)”કલ્યાણત્રય જિનાલય (આ. ઈ. સ. ૧૨૩૪), (દેપાલ મંત્રી કારિત) દેવેન્દ્ર મંડપ (ઈ. સ. ૧૨૩ર) અને સમીપવર્તી રહેલ પુનિત પ્રાચીન ગજેન્દ્રપાદકુંડ, સચિવેશ્વર વસ્તુપાલે કરાવેલ સમેતશૈલ અને અષ્ટાપદની રચના સહિતનો આદિનાથનો “વસ્તુપાલ વિહાર”(ઈ. સ. ૧૨૩૨), રામતીની ગુફા, અંબાશિખરસ્થિત ગિરનાર-અધિષ્ઠાત્રી યક્ષી અંબિકા, અને અંબાશિખર પછીનાં અવલોકનાદિ શિખરો, સહસ્રસહકારવન (સહસ્ત્રાપ્રવન, સેસાવન), તેમ જ લાખારામ એમ તે સ્થાનોમાં પ્રતિષ્ઠિત નેમિનિની ચરણપાદુકાઓને વંદના દઈ, સ્તોત્રની સમાપ્તિ કરી છે. સ્તોત્રકારને આ રચના બે અનિવાર્ય મર્યાદાઓ વચ્ચે રહીને કરવી પડી છે. એમનું ધ્યેય એને ચૈત્યપરિપાટી રૂપે રજૂ કરવાનું હોઈ તેમાં પૌરાણિક-ઐતિહાસિક વ્યક્તિઓનાં, તેમ જ તીર્થાશ્રિત મંદિરાદિ રચનાઓનાં વિશેષનામો છોડી શકાય તેમ નહોતું. વસ્તુતયા તેની પ્રધાનતા રહે છે. બીજી બાજુ તેઓ મધ્યયુગના મુખ્ય ભાગની સમાપ્તિ પશ્ચાત્ થયા છે. આથી એમનું કવિતા-સામર્થ્ય અને ભાષાનું આભિજાત્ય અગાઉના કર્તાઓ જેવું હોવાનો સંભવ ઓછો છે; અને છતાંય જ્ઞાનચંદ્ર આ બંને મર્યાદાઓ સંક્રમી સ્તોત્રને એક સફળ સર્જન રૂપે ઘડી શકયા છે. સાધારણતયા કવિતામાં વિવિધ વર્ણયુક્ત વિશેષ નામોની ઉપસ્થિતિ એના આકારને અસુધુ બનાવે છે; અને પશ્ચાત્ કાળની કૃતિઓમાં સામાન્યતઃ ગિરાવૈભવ અને કલ્પતાનો સાવ અભાવ નહીં તોયે એકંદર સંગુંફનમાં ઘણી વાર અદોદરાપણું વરતાય છે; જ્યારે અહીં તો સારું સ્તોત્ર સુલલિત પદાવલિથી સુશૃંખલ બની ઋજુગતિએ વહેતું લાગે છે; ને સાથે જ Page #3 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃત ભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' ૨૫૯ પદોમાં ચાતુરી અને સુરુચિ સમતોલ પ્રમાણમાં વણાયેલાં દેખાય છે, તો બીજી બાજુ અલંકારોનો અકારણ પ્રયોગ, વસ્તુ-નિરૂપણમાં વૃથા વિસ્તાર કે અકારણ ચાતુરીનાં પ્રદર્શનથી મુક્ત રહ્યાં છે. સમગ્ર રચના આથી અર્થપૂર્ણ બનવા ઉપરાંત સુચારૂ, ભાવવાહી, સુઘટિત, અને વ્યવસ્થિત બની શકી છે. આટલા ગુણો ધરાવતી હોવા છતાં એને અસાધારણ રચના તો કહી શકાય નહીં; તોપણ તે સરસ અને કર્ણપેશલ જરૂર બની છે. ચૌદમા શતકમાં થયેલા કવિ જ્ઞાનચંદ્રની કાવ્યસૂઝ અને આવડત વિશે પ્રસ્તુત સ્તોત્રથી સહેજે જ ઊંચો ખ્યાલ બંધાય છે; અને તેમની આ કાવ્યકૃતિ ઉત્તર-મધ્યકાળના પ્રારંભની ઉત્તમ જૈન સ્તોત્રાત્મક રચનાઓમાં સ્થાન લઈ શકે તેમ છે. ટિપ્પણો: ૧. મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અબ્દ-પ્રાચીન-જૈન-લેખસંદોહ, (આબૂ-ભાગ બીજો), શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, પૃ. ૪૦, ઉજ્જૈન વિ. સં. ૧૯૯૪ | ઈ. સ. ૧૯૩૮, લેખાંક ૧, પૃ. ૭. ૨. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૬૪૨, પૃ. ૪૩૭, ૩. રાજશેખરસૂરિના પ્રબંધકોશની મિતિ સં. ૧૪૦૫ ! ઈ. સ. ૧૩૪૯ છે; અને તેમણે મુનિભદ્રની કૃતિનું સંશોધન સં. ૧૪૧૦ ! ઈ. સ. ૧૩૫૪માં કર્યું છે (દેશાઈ એજન), આથી પૌર્ણિમાગચ્છના સમકાલિક જ્ઞાનચંદ્રનો પણ એ જ સરાસરી સમય ગણાય. Page #4 -------------------------------------------------------------------------- ________________ २६० નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीरवतगिरितीर्थ-स्तोत्रम् सौराष्ट्र-राष्ट्र-वसुधा-वनिता-किरीटकल्पोज्जयन्तगिरि-मौलि-मणीयमानं । नेमीश्वरं जिनवरं प्रयतः प्रणौमि सौभाग्य-सौरभ-सुभावित-विश्वविश्वम् ॥१॥ स्वामिन् स्मर प्रसरथ स्मरकान्धकार प्रत्यूष भास्कर सुरासुर-सेव्यपादः । श्री रैवताचल सदोदित विश्वदीपज्ज्योतिर्मय प्रशमयामयमंतरं नः ॥२॥ दुःकर्मशर्ममिदुरं गलितं ममाद्य प्रोद्यन्मनोरथ-तरुः फलितश्च सद्यः । मानुष्य-जन्मदुरवाप्यमभूत्कृतार्थ यल्लाघवी क्षणपथं त्वमुपागतोसि ॥३॥ श्रीनेमि-निष्कमण-केवल-मोक्षरूप कल्याण[क]त्रय-पवित्रित-भूमिभागं । तीर्थाधिराजमभिषिचितयत्तडित्वात् तत्सर्पि गर्जित महोर्जित तूर्यरायः ॥४॥ राजीमती बल सनातन सौख्यलक्ष्मी सांगत्य गौरवमहो ! गभिता जितेश । विश्वत्रयी प्रभवता भवता तथापि त्यक्ते त्यजायत मुधैव जनः प्रघोषः ।।५।। पद्यामीवाद्य दलिती किल सिद्धिसौध सोपान-पद्धतिमिवेहसदाधिरोहन् । भव्यो जनः स्मरति वाग्भटदेवमंत्रि राजन्य नेमि जिन यात्रक धर्मबंधोः ॥६॥ आतीय कांचनबलानक तोऽम्बिकायास्तोष्येन रत्नमयबिंबमनर्घ्यमेतत् । रत्नः पुरोहित निवेशितमुद्दधार तीर्थं भवाब्धि-पतयालुमिवजीवम् ।।७।। Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' चैत्यं चिरंतनमिदं मदनोद्दधार श्रीसज्जनःसुकृतसज्जनसज्जधर्यः । सौवर्ण-कुंभ-मणि-तोरण-रत्नदीप यदैवताद्रि-कटके पटकायतीव |८|| रत्नानि तान्यपि चतुर्दश यत्पुरस्तानूनंजरातृणमुलापति न स्पृशंति । विश्वैकरत्न भवता तवतात्मजेन मन्ये समुद्रविजयेन जितः समुद्रः ॥९॥ माहात्म्यस्य भणितुं भुवनातिशायि श्रीरवतस्य न तु वागधिपः किमीशः । नेमीश्वरस्य विजिनांतर वैरिणोपि प्रेयानभूत् समवसृत्यणुबंधतो यः ॥१०॥ कल्याणकत्रयजिनालय भूत्रयेपि नेमि नमामि चतुराननमंजनाभं । देवेन्द्रमण्डप जिननाथ दिव्य कुण्डं दौर्गत्यतापमलहारि गजेन्द्रपादं ॥११॥ शत्रुञ्जयाभिध गिरीश कृतावतारं श्रीवस्तुपालसचिवेशविहारसारं । सम्मेतचैत्य भवनेन युगादिदेवमष्टापदेन च निविष्टमहं नमामि ॥१२॥ राजीमती किल स निर्झर कन्दरायामणि नेमि-विरहादि-वशो चयन्ती । अंबेव यात्रकजने दुरितापहन्त्री दिव्यांबिका जयति कामित-कामधेनु ॥१२॥ वंदेऽवलोकशिखरे तमरिष्टनेमि वैषम्यमाक् शिखरशेखरतामितौ तौ । प्रद्युम्न शाम्ब मुनिकेवलिनो दिशंता वुच्चैर्महोदयपदं तु यथा तथेति ॥१४॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीमान् सहस्रसहकारवनेन लक्षा-रामेण नेमिपदपंकज-पावितेन / तीर्थात्मकः शुचिरयां क्षितिभृत्समन्तात् जीयान्निशास्वपि सदोषधिदीपदीप्तः।।१५।। ज्ञानेन्दु रुग्विदित वैद्यसुरेन्द्र वन्द्य विश्वाभिनंद्य यदुनंदन सम्मदेत / स्तोत्रं पठन्निदमनन्यमनाः सुतीर्थ यात्राफलं शुभमतिर्लभते स्थितोऽपि // 16 / / इति श्रीगिरनारचैत्यपरिपाटीस्तवनम् विहितं श्रीज्ञानचंद्रसूरिभिः //