________________
ધર્મઘોષસૂરિગચ્છીય (રાજગચ્છીય) ‘અમરપ્રભસૂરિ’ કૃત ‘‘શત્રુંજય ચૈત્ય પરિપાટીસ્તોત્ર'
પ્રથમ સંપાદકે વર્ષો પહેલાં ઉતારી લીધેલું આ સંસ્કૃતભાષાનિબદ્ધ સ્તોત્ર ઘણી દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. સુરાષ્ટ્રાલંકાર શત્રુંજયપતિ ભગવાન્ યુગાદિદેવના મહાતીર્થમાં રહેલાં ચૈત્યો સંબંધમાં ઉપલબ્ધ કૃતિઓમાં આ સૌ પહેલી ઐતિહાસિક મૂલ્ય ધરાવતી સ્તોત્રાત્મક એવું ચૈત્યપરિપાટી રૂપી કૃતિ છે. સં ૧૩૬૯ / ઈ સ ૧૩૭૧૭ માં થયેલ તીર્થભંગ પૂર્વેની આ રચના હોઈ, તેનું મૂલ્ય સ્વમેવ વધી જાય છે. કૃતિની રચનાનો સંવત ૧૩૨૬ / ઈ. સ. ૧૨૭૦ બતાવ્યો હોઈ તે ભંગ પશ્ચાત્ લખાયેલા (આ સામયિકમાં પ્રકાશિત) ‘‘પુંડરીકશિખરીસ્તોત્ર'' તેમજ ખરતરગચ્છીય આચાર્ય જિનપ્રભસૂરિના સુપ્રસિદ્ધ ‘શત્રુંજયકલ્પ' (સં૰ ૧૩૮૫ / ઈ સ ૧૩૨૯) અતિરિકત મેરુત્તુંગાચાર્ય કૃત “પ્રબંધ ચિંતામણિ’ (સં. ૧૩૬૧ / ઈ સ ૧૩૦૫)થી પણ પૂર્વેની કૃતિ હોઈ, તપાગચ્છીય ધર્મકીર્ત્તિગણિ (ધર્મઘોષસૂરિ)ના શત્રુંજયકલ્પ (પ્રાય: ઈ. સ. ૧૨૬૪)ની જેમ શત્રુંજયતીર્થની ઇતિહાસ-વિષયક વેષણામાં તેની ઉપયુકતતા સ્પષ્ટતયા સવિશેષ બની રહે છે.
સં૰ (સ્વ.) અગરચંદ નાહટા
મધુસૂદન ઢાંકી
કૃતિના અંતિમ ચરણમાં કર્તાએ પોતાનું નામ કેવળ “આનન્દસૂરિગુરુના શિષ્ય' એટલું જ બતાવ્યું છે : પણ પ્રતિની સમાપ્તિ-નોંધમાં ‘‘અમરપ્રભસૂરિકૃત'' કહ્યું છે, આથી પ્રતિલિપિકારને મૂળ કર્તાની જાણ હોય તેમ લાગે છે. ધર્મઘોષસૂરિગચ્છીય આનન્દસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિની એક અન્ય કૃતિ, ત્રિભુવનતીર્થમાળા (અપભ્રંશ ભાષામાં નિબદ્ધ), મળી આવી છે, જેનો રચનાકાળ સં૰ ૧૩૨૩ / ઈ સ ૧૨૬૭ છે': જ્યારે સાંપ્રત કૃતિ તેનાથી ત્રણ જ વર્ષ બાદ રચાયેલી હોઈ, સંદર્ભગત આનન્દસૂરિ તે રાજગચ્છીય ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થઈ ગયેલા આનન્દસૂરિ, અને અહીં અધ્યાહાર રહેલ ‘શિષ્ય’ તે પ્રતિલિપિકારે સૂચવ્યા મુજબ અમરપ્રભસૂરિ જ હોવા અંગે શંકાને ભાગ્યે જ સ્થાન છે.
કર્તાએ આ સ્તોત્ર દશ જ પદ્યમાં બાંધ્યું છે. એકથી નવ પદ્ય શાદૂર્લવિક્રીડિત છન્દમાં છે, જ્યારે છેલ્લું પદ્મ ઉપજાતિમાં હાળ્યું છે. એ છેલ્લા પદ્યમાં ગણિત-શબ્દના પ્રયોગથી (રસ'-લોચન –લોક-ચંદ્ર') રચના-સંવત ૧૩૨૬ (ઈ. સ. ૧૨૭૦) દર્શાવ્યો છે. ત્યાં સ્તોત્ર યાત્રા (પશ્ચાત્) રચ્યાની નોંધ પણ છે.
Jain Education International
સ્તોત્રમાં પછીની કૃતિઓને મુકાબલે પદલાલિત્ય અને બંધારણમાં સૌષ્ઠવ ઠેર ઠેર નજરે પડે છે. પ્રથમ પદ્યમાં શત્રુંજય પર્વત સંતિષ્ઠમાન તીર્થપતિ નાભેયદેવની ભાવપૂર્ણ સ્તુતિ કરી, પછીના પદ્યમાં મૂળે ચક્રી ભરતેશ્વરે બંધાવેલ યુગાદિદેવના પ્રાસાદ અને તેના સગર ચક્રવર્તી અને પાંડવો આદિ રાજન્યોએ કરાવેલ ઉદ્ઘારોની સંક્ષેપરૂપે, અગાઉના કાળે પ્રચારમાં આવી ચૂકેલ શત્રુંજય સંબદ્ધ જૈન પૌરાણિક તીર્થંકથાઓનો નિર્દેશ કરી, વિમલાચલેન્દ્રતિલક દેવાધિદેવ આદીશ્વર પ્રભુને ફરીને વંદના દેતા ઉદ્ગારો કાઢ્યા છે. તે પછી, આગળ આવતાં ત્રણ પદ્યોમાં, મુક્તિગિરિ તીર્થરાજ વિમલાચલનો યથોચિત શબ્દોમાં મહિમા ગાયો છે. આ પછીના કાવ્યમાં શત્રુંજય-તીર્થરક્ષક, સંકટહરણ યક્ષરાજ કપર્દીને સ્મર્યાં છે; અને સાતમા પદ્યથી પર્વત પર સ્થિત અન્ય ચૈત્યો સંબંધી વાત કહેવી શરૂ કરી છે. તેમાં પ્રથમ જિનમાતા મરુદેવી, શાંતિજિન, ઋષભ, અને શ્રેયાંસજિનનાં ચૈત્યોનો ઉલ્લેખ કરી, તે પછી તુરત જ નેમિ અને વીજિન(નાં ચૈત્યો)નો ઉલ્લેખ કર્યો છે. જોકે સ્તોત્રકારે આ ચૈત્યોનાં સ્થાનનો નિર્દેશ કર્યો નથી; પણ ચૌદમા-પંદરમા શતકમાં રચાયેલ શત્રુંજયતીર્થ સંબંધી સાહિત્યમાં કહ્યા મુજબ આ બધાં જિનાલયો શત્રુંજયના ઉત્તરથંગ પર અવસ્થિત હતાં. આ પછી સ્વર્ગાધિરોહણપ્રાસાદમાં રહેલ ઋષભજિનને નમસ્કાર કર્યાં છે. (આ
For Private & Personal Use Only
www.jainelibrary.org