________________ 288] દર્શન અને ચિંતન હું એટલું તે જાણું છું કે બીજા ગમે તેટલા પ્રમાદ અને શિથિલતા. હેય, પણ જિજ્ઞાસા પિષવા અને યથાશક્તિ વિવિધ વિદ્યાઓનું પરિશીલન. કરવામાં પ્રમાદને ભાગ ઓછામાં ઓછા છે. તેથી કહી શકાય કે, જીવનને પ્રેરક હેતુ જિજ્ઞાસાપૂર્તિ અને વિદ્યાસંપાદન રહ્યો છે. તેણે જ બધું કરાવ્યું છે. એને જ લીધે ધર્મ, સમાજ અને માનવતાનાં મૂલ્યાંકનમાં ફેર પડત. ગ છે, અને જે પ્રથમ ઉપાદેય લાગતું તે સંકુચિત અને હેય પણ જણાતું. ગયું છે તેથી જ સંપ્રદાય, પંથ, જાતિ, શાસ્ત્ર આદિ અનેક વિષય પરત્વે સ્વતંત્ર વિચાર કરવા પ્રેરાયો છું, અને કેટલીક ધારણાઓ પણ સ્થિર અને વિશદ થઈ છે. આ જ એક અલ્પાંશે પણ સતિષનો વિષય છે. ટૂંકમાં, જે લખવાની વૃત્તિ ટાળી શકાય તેમ ન હોય તે, આ જ સૂત્રને ધ્યાનમાં રાખી, પગી હકીકતો લઈ શકાય. મેં તે ઘણું કરી 1920 આસપાસ સુધી જ કાંઈક ચિતરામણ કર્યું છે, પછીનું તો છે જ નહીં. કાકાએ મને ઘણાં વર્ષોથી કંઈક લખવા આગ્રહ કર્યો છે. હમણાં તેઓ આવેલ. ફરી માગણી કરી. કહે કે “હું બહુ હકીકતે નહીં પણ તમે તત્ત્વચિંતક હોવાથી જીવનનું તારણ લખે એમ ઈચ્છું છું.” એમણે “ધમાંનુભવની જીવનયાત્રા” “સંસ્કૃતિમાં લખી છે. તે એમને નમૂને; પણ મેં તેમની સાથે ફરી એ વિશે ચર્ચા કરી દષ્ટિબિંદુ સ્પષ્ટ જાણું લેવા કહેલું. એ તે વખત આવે ત્યારે ખરે, એટલે સળંગ જીવન વાર્તા એ તે મુલતવી જ રહે છે. તમે પણ સંક્ષેપમાં પતાવવાનું સૂચવે છે એટલે મેં મારી હદ્ગત મુખ્ય વાત કહી કે, છેવટે અત્યુકિત કે આડંબર ન આવે. ના કાકાસાહેબ કાલેલકર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org