SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન વાર્તા લખવામાં સંકોચ કેમ?* [૬] અપરિગ્રહ, જીવનશુદ્ધિ આદિ વિષે હું સમજણ અને ભાવના પ્રમાણે વતી શકતો નથી; એટલે જ જીવન વાર્તા લખવામાં સંકોચ છે. એ ઉપરાંત બીજાં પણ સંકોચનાં કારણે છે – ૧. વિશિષ્ટ વિભૂતિઓની કથા અત્યારે સુલભ છે ત્યાં આવી પામર કથા પ્રકાશિત કરવામાં અભિમાન ભાસે છે. ૨. જ્યાં લગી યથાવત પ્રતિબિંબ ન પડે ત્યાં લગી એકાંગી કથા લખવાથી ઊલટે શ્રમ પિોષાય છે. ૩. દેખાદેખીથી જીવનવાર્તા લખવાની પદ્ધતિ વધતાં, પછી તે માત્ર કૌતુકશાંતિ જ વાચનફળ શેષ રહે છે. ૪. મેં જે લખેલ તેમાં હકીકત છેડી છે, ઘણી રહી ગઈ છે. લખી છે તેમાંય વાચની દષ્ટિએ ઉપયોગી ન હોય એવી પણ છે. રહી ગયેલમાં કામની પણ આવશે. લેખનપદ્ધતિ મુખ્યપણે વર્ણનાત્મક, એટલે એ ઉપરથી કેટલાક સિદ્ધાંતનો રહસ્યસ્ફટ એમાં નથી. આવા જીવન પાછળ જે પ્રેરક હેતુ કામ કરે છે તે દરેક ઘટનામાં અભિવ્યક્ત થતે દેખાય એ રીતે લખાય તે જ એકસૂત્રતા આવે; અન્યથા નહીં. એટલે મને લખેલ ભાગ અને પદ્ધતિ સંતોષપ્રદ નહીં લાગેલ તેથી એમ ને એમ પડી રહ્યું અને સંકેચ પણ ન ગયે. આ કારણથી મેં એમ સૂચવેલું કે “શી ઉતાવળ છે?” અને “હરીને પદ્ધતિ નિશ્ચિત કરી શક્યો નથી; કરીશ અને મળીશું ત્યારે લખીશું.' ઈત્યાદિ. આ તે ન લખવા પક્ષે વાત થઈ. - પણ મેં એમ સૂચવેલું કે જો તમે, આપેલ કબૂલાત પ્રમાણે લખવા ઈચ્છે જ તે એમાં કોઈ અત્યુક્તિ, આડંબર જેવું જરાય ન આવે; જાણે કે સામાન્ય જીવનક્રમ સહજભાવે ચાલતો હોય તે જ આવે. ૨ શ્રી દલસુખભાઈ માલવણિયા ઉપર તા. ૧૩-૧૨ ૧૯૫૦ ના રોજ લખેલા પત્રમાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249310
Book TitleJivanvarta Lakhwama Sankoch Kem
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Society
File Size42 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy