SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ ] દર્શન અને ચિંતન તરીકે અસાધારણ એવા ગૃહસ્થ વિદ્વાન વર્ગની ઊલટી વધારે જરૂરિયાત રહેવાની. હું ધારું છું કે આવા જ કોઈ ફુટ કે અસ્કુટ વિચારે વિજયધર્મ સૂરીશ્વરને કાશી ભણું ધકેલેલા. તેઓ ઘણીવાર આ વસ્તુ પિતાની ઢબે કહેતા. તેમણે ગૃહસ્થ વિદ્યાથી વર્ગ એકત્ર કરવા માંડ્યો અને કાંઈક કામ પણ ચાલ્યું. એમણે સાથે જ સાથે યશવિજય ગ્રંથમાળા પણ શરૂ કરાવી અને તે વખતની નવી જ ઢબે સાહિત્યપ્રવૃત્તિ પણ શરૂ કરી, જેનાં સુપરિણામે કાઈ ન જાણે તેય સમાજમાં પચી ગયાં છે. હું દશ વર્ષ પહેલાં અહીં આવ્યું અને એ જૂની સમૃતિઓ તાજી થઈ એક રીતે વખતના વહેવા સાથે એ આદર્શ અને સમૃતિઓ પણ વધારે સ્પષ્ટ તેમ પાકાં હતાં. મને પહેલાં જ લાગ્યું કે દિગંબર સમાજમાં સંકડે વિદાને હાઈ તેઓ જ્યાં ત્યાં કાર્યક્ષેત્રમાં પહોંચી શકે છે, જ્યારે શ્વેતાંબર અને સ્થાનકવાસી સમાજમાં તે એને દુષ્કાળ છે અને છતાં ય માગણી ઉચ્ચ પાયા ઉપર વધતી જાય છે. એ સાથે જ્યારે જૈન સમાજનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું ત્યારે તે મને ઉપરનો આદર્શ વિશેષ મૂલ્યવાન, ઉપયોગી અને જરૂરી લાગે. જ્યાં સુધી હું જાણું છું અને પુરાવાઓ મળે છે ત્યાં સુધી એમ માનવાને કારણ છે કે જૈન સમાજમાં વિદ્યાની અને સૂક્ષ્મ વિચારની જે સદાકાળ માટે ઊણપ રહી છે તેનું એક માત્ર કારણ ગૃહસ્થ વર્ગની પ્રાથમિક ભૂમિકાની પૂરી તૈયારીને અભાવ એ જ છે. આપણે નથી જાણતા કે કવિશ્વર ધનપાળ પહેલાં જૈન સમાજમાં કોઈ ગૃહસ્થ પાકટ જૈન વિદ્વાન હતું કે નહિ? ધનપાળ પછી એટલે અગિયારમા સૈકા પછી જ્યારે જૈન ગૃહસ્થ વર્ગમાં વ્યવસ્થિત અભ્યાસ કરવાની સ્ટ્રેચ પ્રકટી અને પોષાવા લાગી ત્યારે પણ એવા કેઈ પ્રબળ જૈન દાર્શનિક કે તત્વચિંતક થયા નથી કે જેણે કાંઈ વિશેષ કામ કર્યું હોય કે સાહિત્યનિર્માણ કર્યું હોય. જે કાઈ થયા છે તે બહુ તે વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય કે અલંકાર જેવા પ્રાથમિક વિષય પૂરતા જ નિષ્ણાત હતા, પણ જમાને આગળ વધી ચૂક્યો હતો. જરૂરિયાત વ્યાપક બની હતી. એવે ટાણે સમગ્ર વિષયોમાં પારગામી ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની પ્રબળ વૃત્તિ સૌથી પહેલાં એક માત્ર વિજયધર્મસૂરીશ્વરમાં જન્મી અને તે એટલે સુધી કે તેમણે પોતે જ એ તંત્રમાં પશેવાવાનું પસંદ કર્યું. બેશક બીજા પણ કેટલાક વિશેષ મુનિઓએ આ દિશામાં અસાધારણ પુષાર્થ કર્યો છે અને અદ્યાપિ કરે છે છતાં વિવિધ દર્શનના અને સાથે જ જૈન દર્શનના ગંભીર ગૃહસ્થ અભ્યાસીને તૈયાર કરવાની પ્રથમ પ્રેરણ, એ તો હું જાણું છું ત્યાં લગી વિજયધર્મસૂરીશ્વરમાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249307
Book TitleMane Kaya Adarshe Kashima Bandhyo
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size77 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy