Book Title: Mane Kaya Adarshe Kashima Bandhyo
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ મને કયા આદર્શે કાશીમાં બાંધ્યા? [ 3 ] - જાહેર પત્રામાં પોતાના આદર્શ અને પ્રવૃત્તિ વિષે મેં આજ સુધી શું લખ્યું નથી, છતાં જ્યારે આજે લખવા પ્રેરાઉ છું ત્યારે એનું સામાન્ય કારણુ જાણવા વાચક ઇચ્છે તે સ્વાભાવિક છે. જૈન' પત્રના પુ. ૪૧, અંક ૪૮ અને ૪મા અકમાં સેવાભાવી વીરચંદ પાનાચંદ શાહના અને તંત્રીસ્થાનેથી એમ અનુક્રમે એ લેખો પ્રસિદ્ધ થયા છે. તેથી કાશીની જૈત પ્રવૃત્તિ વિષે કેટલાક વાયકાને જરૂર જિજ્ઞાસા પ્રકટી હોવી જોઈએ; ખાસ કરી જે વિદ્યા અને સ ંસ્કૃતિના સામાન્ય રસિક હોય તેમ જ જે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની ખુમારીમાં માનતા હોય, તેની એ જિજ્ઞાસા તો કાંઈક સતેજ જ હાવાની. એને અલ્પાંશે સતાવી એ એક કારણ અને ખીજું એ કે ભલે હું આજ લગી ચૂપ રહ્યો હોઉં છતાં જીવનને કાંઠે બેસી જ્યારે કાશી ને ગંગાના કાંઠો છેડવાની વિચારણા સેવતા હાઉં ત્યારે તે સેવેલ આદર્શ અને કરેલ પ્રવ્રુત્તિ વિષે કાંઈક લખી દઉં તો એ પ્રેરક જ નિવડવાનું. અમદાવાદ અને શાંતિનિકેતનની પૂર્ણ સામગ્રી જ્યારે મારી બંધ કરેલ સાહિત્યપ્રવૃત્તિને ન ઉત્તેજી શકી ત્યારે ખાસ ઊભા થયેલ સતંગાએ એ જ પ્રવ્રુત્તિ વાસ્તે મને કાશીમાં ધકેલ્યા. હું આવ્યો તે હતા મર્યાદિત વખત માટે પણ આવ્યા પછી અંધાઈ ગયેા. આંધનાર તત્ત્વ અનેક હતાં અને છે. પણ અહીં તો તેમાંથી એક જ તત્ત્વતા મુખ્યપણે નિર્દેશ કરીશ. સ્વર્ગવાસી ભવ્યાત્મા વિજયધમ સૂરીશ્વરના દીદી આહ્વાનથી વિ. સ. ૧૯૬૦ માં કાશીમાં આવેલા અને તેમની જ છાયામાં અધ્યયન પ્રાર ભેલું. કાશીમાં દશકા વીત્યા અને પછી તો લગભગ વીશ વર્ષ જ્યાં ત્યાં રહ્યા પછી પાછે. કાશીમાં જ પટકાયા. આ વખતે નહાવું અંગ્રેજી કાઠીનું તેજ, ન હતું યશોવિજય પાઠશાળાનું નામ; પરંતુ એ જ સ્વર્ગવાસીતી સાહસિકવૃત્તિના ફળરૂપ ઉક્ત પાઠશાળાને જોઈ જે દિગંબર વિદ્યાલયની સ્થાપના મારી સામે જ થયેલી તેને આ વખતે સ્થિરપદે ચાલતાં અને ઉત્તરાત્તર વિકાસ કરતાં મેં જોઈ. એમાંથી દરસાલ નીકળતા અનેક વિવિધ વિષયના આચાર્યો અને ગ્રેજ્યુએટાને જોયા. બીજી બાજુ શ્રી વિજયધર્મ સુરીશ્વરની માજુદગીમાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4