Book Title: Mane Kaya Adarshe Kashima Bandhyo Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf Catalog link: https://jainqq.org/explore/249307/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ મને કયા આદર્શે કાશીમાં બાંધ્યા? [ 3 ] - જાહેર પત્રામાં પોતાના આદર્શ અને પ્રવૃત્તિ વિષે મેં આજ સુધી શું લખ્યું નથી, છતાં જ્યારે આજે લખવા પ્રેરાઉ છું ત્યારે એનું સામાન્ય કારણુ જાણવા વાચક ઇચ્છે તે સ્વાભાવિક છે. જૈન' પત્રના પુ. ૪૧, અંક ૪૮ અને ૪મા અકમાં સેવાભાવી વીરચંદ પાનાચંદ શાહના અને તંત્રીસ્થાનેથી એમ અનુક્રમે એ લેખો પ્રસિદ્ધ થયા છે. તેથી કાશીની જૈત પ્રવૃત્તિ વિષે કેટલાક વાયકાને જરૂર જિજ્ઞાસા પ્રકટી હોવી જોઈએ; ખાસ કરી જે વિદ્યા અને સ ંસ્કૃતિના સામાન્ય રસિક હોય તેમ જ જે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની ખુમારીમાં માનતા હોય, તેની એ જિજ્ઞાસા તો કાંઈક સતેજ જ હાવાની. એને અલ્પાંશે સતાવી એ એક કારણ અને ખીજું એ કે ભલે હું આજ લગી ચૂપ રહ્યો હોઉં છતાં જીવનને કાંઠે બેસી જ્યારે કાશી ને ગંગાના કાંઠો છેડવાની વિચારણા સેવતા હાઉં ત્યારે તે સેવેલ આદર્શ અને કરેલ પ્રવ્રુત્તિ વિષે કાંઈક લખી દઉં તો એ પ્રેરક જ નિવડવાનું. અમદાવાદ અને શાંતિનિકેતનની પૂર્ણ સામગ્રી જ્યારે મારી બંધ કરેલ સાહિત્યપ્રવૃત્તિને ન ઉત્તેજી શકી ત્યારે ખાસ ઊભા થયેલ સતંગાએ એ જ પ્રવ્રુત્તિ વાસ્તે મને કાશીમાં ધકેલ્યા. હું આવ્યો તે હતા મર્યાદિત વખત માટે પણ આવ્યા પછી અંધાઈ ગયેા. આંધનાર તત્ત્વ અનેક હતાં અને છે. પણ અહીં તો તેમાંથી એક જ તત્ત્વતા મુખ્યપણે નિર્દેશ કરીશ. સ્વર્ગવાસી ભવ્યાત્મા વિજયધમ સૂરીશ્વરના દીદી આહ્વાનથી વિ. સ. ૧૯૬૦ માં કાશીમાં આવેલા અને તેમની જ છાયામાં અધ્યયન પ્રાર ભેલું. કાશીમાં દશકા વીત્યા અને પછી તો લગભગ વીશ વર્ષ જ્યાં ત્યાં રહ્યા પછી પાછે. કાશીમાં જ પટકાયા. આ વખતે નહાવું અંગ્રેજી કાઠીનું તેજ, ન હતું યશોવિજય પાઠશાળાનું નામ; પરંતુ એ જ સ્વર્ગવાસીતી સાહસિકવૃત્તિના ફળરૂપ ઉક્ત પાઠશાળાને જોઈ જે દિગંબર વિદ્યાલયની સ્થાપના મારી સામે જ થયેલી તેને આ વખતે સ્થિરપદે ચાલતાં અને ઉત્તરાત્તર વિકાસ કરતાં મેં જોઈ. એમાંથી દરસાલ નીકળતા અનેક વિવિધ વિષયના આચાર્યો અને ગ્રેજ્યુએટાને જોયા. બીજી બાજુ શ્રી વિજયધર્મ સુરીશ્વરની માજુદગીમાં જ Page #2 -------------------------------------------------------------------------- ________________ અને કયા આદરો કાશીમાં માંધ્યા ? [૨૯ જે કાશી વિશ્વવિદ્યાલયનાં સ્વમ સેવાઈ રહ્યાં હતાં તે વિશ્વવિદ્યાલયને એના વિશાળ મૂત આકારમાં અહીં આવી મે માત્ર જોયું જ નહિ પણ તેમાં જ રહી કામ કરવાનું સુદ્ધાં ભારે ભાગે આવ્યું. ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ પણ આખરે મને અનુકૂળ ફળદાયક જ નિવાહ્યો છે અથવા મે” એવા પ્રસંગને અનુકૂળ તક જ માની એમાંથી કાંઈક માગ શેાધવાના જે જિંદગીમાં અનુભવ કર્યાં છે. તેમાંની આ એક ઘટના હતી. લગભગ શવષ પહેલાં જ્યારે અહીં આવ્યા ત્યારે ન હતા જૈન વિદ્યાથી કે ન હતા ઇષ્ટ સાથીઓ, પણ કાંઈક ધગશ હતી. એ ધગશે અચાનક છેક જ એક નાના ઝૂંપડામાં પ્રેરણા કરી અને સ્વર્ગવાસી ઉક્ત ભવ્યાત્માના આદર્શને મન સામે તાદશ ઉપસ્થિત કર્યો. મે એ આદર્શને મારી ઢબે અને મારી શક્તિ પ્રમાણે વિચાર્યો અને તેને કાશીમાં જ કાંઈક મૂર્તરૂપ આપવાનો દૃઢ નિર્ધાર કર્યોં. સાધન અને સામગ્રી પહેલાં કરતાં બહુ વધી ગયાં હતાં, પણ હું માત્ર. એકાકી હતા. છતાં મને એ આદશ એટલા બધા ઉપયેગી અને આકર્ષક લાગ્યા કે તેને જ લીધે નિવૃત્તિ ગાળવા ધારેલ વર્ષો પણ મને રસપ્રદ પ્રવૃત્તિ-વાળાં સિદ્ધ થયાં. આ સ્થળે હું એ પ્રવૃત્તિ અને એનાં પરિણામ વિષે લખવા નથી ઈચ્છતે . કદાચ એ વિષે આગળ લખું, અત્યારે હું એ આદર્શ વિષે જ કાંઈક લખવા ધારું છું, અને તે માત્ર સામાજિક તેમ જ માનવીય સંસ્કૃતિના પોષાક એક અંગ તરીકે જ. વિજયધમ સૂરિજીને આદશ હતા કે જેમ ત્યાગી વર્ગ શાસ્ત્રીય વિદ્યા ભણે છે તેમ ગૃહસ્થવગે પણ એ વિદ્યાઓનું ગભીર અને વિશાળ અધ્યયન કરવું એ જૈનસમાજની વધતી જતી આવશ્યકતા અને વર્તમાન સમયની સખળ માગણીની દૃષ્ટિએ અનિવાર્ય રીતે જરૂરી છે. આજે જ્યાં ત્યાં નવાં ઉદ્ભવતાં કા ક્ષેત્રા અને સંસ્થાનાની વાસ્તવિક માગણીને યયા રૂપમાં પોતાના પ્રબળ વિદ્વાને સિવાય સંતોષી શકાય જ નહિ, તેમ જ ડિંગ, સ્કૂલો, કૅલેજો અને યુનિવર્સિટીઓમાં જે સંસ્કૃતિ, સાહિત્ય અને તિહાસના અધ્યયનના માર્ગો દિવસે દિવસે વધારે વધારે ખુલ્લા મુકાતાં જાય છે તેને એવા ગૃહસ્થ વિદ્વાન સિવાય પહેાંચી વળી શકાય પણ નહિ. બૌદ્ધ ભિક્ષુક વિદ્વાનાની જેમ જૈન ભિક્ષુક વિદ્યાના સાર્વજનિક સંસ્થામાં જવાબદારીપૂર્વક કામ લેવાનું સેવાકૃત્ય ન સમજે ત્યાં લગી તે આ કામની પુરવણી એક માત્ર ગૃહસ્થ વિદ્વાન વારા જ સંભવી શકે અને બીજી રીતે નહિ. એક વાર જૈન ત્યાગી વર્ગ એવી જાહેર જવામદારી ઈચ્છાપૂર્વક લેવાની ઉચ્ચ ભૂમિકાએ પહોંચે ત્યારે પણ તે વર્ગને પોતાના અંગત સાથી અને સહાયક Page #3 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ ] દર્શન અને ચિંતન તરીકે અસાધારણ એવા ગૃહસ્થ વિદ્વાન વર્ગની ઊલટી વધારે જરૂરિયાત રહેવાની. હું ધારું છું કે આવા જ કોઈ ફુટ કે અસ્કુટ વિચારે વિજયધર્મ સૂરીશ્વરને કાશી ભણું ધકેલેલા. તેઓ ઘણીવાર આ વસ્તુ પિતાની ઢબે કહેતા. તેમણે ગૃહસ્થ વિદ્યાથી વર્ગ એકત્ર કરવા માંડ્યો અને કાંઈક કામ પણ ચાલ્યું. એમણે સાથે જ સાથે યશવિજય ગ્રંથમાળા પણ શરૂ કરાવી અને તે વખતની નવી જ ઢબે સાહિત્યપ્રવૃત્તિ પણ શરૂ કરી, જેનાં સુપરિણામે કાઈ ન જાણે તેય સમાજમાં પચી ગયાં છે. હું દશ વર્ષ પહેલાં અહીં આવ્યું અને એ જૂની સમૃતિઓ તાજી થઈ એક રીતે વખતના વહેવા સાથે એ આદર્શ અને સમૃતિઓ પણ વધારે સ્પષ્ટ તેમ પાકાં હતાં. મને પહેલાં જ લાગ્યું કે દિગંબર સમાજમાં સંકડે વિદાને હાઈ તેઓ જ્યાં ત્યાં કાર્યક્ષેત્રમાં પહોંચી શકે છે, જ્યારે શ્વેતાંબર અને સ્થાનકવાસી સમાજમાં તે એને દુષ્કાળ છે અને છતાં ય માગણી ઉચ્ચ પાયા ઉપર વધતી જાય છે. એ સાથે જ્યારે જૈન સમાજનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું ત્યારે તે મને ઉપરનો આદર્શ વિશેષ મૂલ્યવાન, ઉપયોગી અને જરૂરી લાગે. જ્યાં સુધી હું જાણું છું અને પુરાવાઓ મળે છે ત્યાં સુધી એમ માનવાને કારણ છે કે જૈન સમાજમાં વિદ્યાની અને સૂક્ષ્મ વિચારની જે સદાકાળ માટે ઊણપ રહી છે તેનું એક માત્ર કારણ ગૃહસ્થ વર્ગની પ્રાથમિક ભૂમિકાની પૂરી તૈયારીને અભાવ એ જ છે. આપણે નથી જાણતા કે કવિશ્વર ધનપાળ પહેલાં જૈન સમાજમાં કોઈ ગૃહસ્થ પાકટ જૈન વિદ્વાન હતું કે નહિ? ધનપાળ પછી એટલે અગિયારમા સૈકા પછી જ્યારે જૈન ગૃહસ્થ વર્ગમાં વ્યવસ્થિત અભ્યાસ કરવાની સ્ટ્રેચ પ્રકટી અને પોષાવા લાગી ત્યારે પણ એવા કેઈ પ્રબળ જૈન દાર્શનિક કે તત્વચિંતક થયા નથી કે જેણે કાંઈ વિશેષ કામ કર્યું હોય કે સાહિત્યનિર્માણ કર્યું હોય. જે કાઈ થયા છે તે બહુ તે વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય કે અલંકાર જેવા પ્રાથમિક વિષય પૂરતા જ નિષ્ણાત હતા, પણ જમાને આગળ વધી ચૂક્યો હતો. જરૂરિયાત વ્યાપક બની હતી. એવે ટાણે સમગ્ર વિષયોમાં પારગામી ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની પ્રબળ વૃત્તિ સૌથી પહેલાં એક માત્ર વિજયધર્મસૂરીશ્વરમાં જન્મી અને તે એટલે સુધી કે તેમણે પોતે જ એ તંત્રમાં પશેવાવાનું પસંદ કર્યું. બેશક બીજા પણ કેટલાક વિશેષ મુનિઓએ આ દિશામાં અસાધારણ પુષાર્થ કર્યો છે અને અદ્યાપિ કરે છે છતાં વિવિધ દર્શનના અને સાથે જ જૈન દર્શનના ગંભીર ગૃહસ્થ અભ્યાસીને તૈયાર કરવાની પ્રથમ પ્રેરણ, એ તો હું જાણું છું ત્યાં લગી વિજયધર્મસૂરીશ્વરમાં જ Page #4 -------------------------------------------------------------------------- ________________ મને કયા આદર્શો કાશીમાં બાંધે? [271 પ્રકટેલી. આ તેમને આદર્શ મને કાશીમાં પ્રેરક બને અને તે જ આદર્શને પિતાની ઢબે વશ થઈ મેં બહુ જ નાના પાયા ઉપર મારી પ્રવૃત્તિનાં મંડાણ માંડ્યાં. મારે ઉમેરવું જોઈએ કે શ્વેતાંબર કોન્ફરન્સ અને કેટલાક અંગત મિત્રો હું ધારું તે કરતાં પણ મારા કાર્યપણે વધારે અનુકૂળ હતા અને છે, તેમ છતાં મેં વિશાળ આદર્શ સામે રાખીને પણ નાના પાયે પ્રવૃત્તિ કેમ શરૂ કરી, એને જવાબ મારી મર્યાદામાં છે. અત્યારે તે હું આ લેખદ્વારા પ્રથમના બે લેખની પુરવણીરૂપે એટલું જ સૂચવવા માગું છું કે જે મારા કાશીના વસવાટનું કે અલ્પ–સ્વલ્પ પ્રવૃત્તિનું મૂળ કારણ હોય છે તે ઉપર સૂચવેલ આદર્શ જ છે. –જેન, 10 જાન્યુઆરી, 1933