SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આવે ને આટલે આઘાત કેમ? [123 ગુંજે છે. ડોકટરનું કથન એટલું જ હતું કે જે વસ્તુ સાચી હોય તે ઐતિહાસિક ભૂમિકા ન હોવા છતાં રાખવામાં શી અડચણ? પરમાનંદભાઈની દલીલ એ હતી કે, જે કાળ વિષે આપણે લખતા હોઈએ તેના પૂરતા પુરાવાઓનું અધ્યયન કર્યા સિવાય લખીએ તે એ પ્રમાણિક ન ગણાય. પણ એમની વધારે સાટ દલીલ તો એ હતી કે કોઈ પણ લખનારે લખ્યું હોય, તેટલું છપાવી કાઢવાન ને લેકને પીરસવાનો મેહ શા માટે જોઈએ ? આ દલીલ સાંભળતાં જ ડોકટરે તરત અતિ નમ્રપણે કહ્યું કે, “ખુશીથી એ ભાગ કાઢી નાખે. અલબત્ત, મેં ઐતિહાસિક પુરાવાઓનું અધ્યયન નથી જ કર્યું. સામાન્ય વાચન ને કહપનાના બળે લખ્યું છે.” ડોકટરની આ નિખાલસતાની મારા મન ઉપર બહુ ઊંડી છાપ પડી. તેઓ મને જ્યારે મળે ત્યારે કહેતા કે હું લખું છું પણ શીખાઉ છું. પરમાનંદભાઈ જેવા મારા લેખના કઠણ પરીક્ષક ન હોય તે કયારેક કાચું પણ કપાય. આ છેલા પ્રસંગે મેં મારી જાતને તપાસી તો મને પણ લાગ્યું કે હું લેખના પ્રથમ વાચને તે વિષે ચોક્કસ ને કડક અભિપ્રાય ન આપી શકાય એ મારી, પણ નબળાઈ ખરી. --પ્રબુદ્ધ જૈન, 15 ફેબ્રુઆરી 1947.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249288
Book TitleAavo ne Aatlo Aghat kem
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size110 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy