________________
આવા ને આટલે આધાત કેમ ?
[ ૧૨૧
પત્રપ્રકાશન પૂરતું જ છે અને તેમાં પણ મુખ્યપણે પતિ દરબારીલાલજી લખે છે.' મે' તેમને કહ્યું કે, ' આટલે બધા માસિક ખર્ચ રાખવા છતાં કાંઈ કામ થતું ન હોય ને માત્ર સામયિક પત્ર જ અને તે પણ સામાન્ય ક્રાતિનું ચાલુ રાખવું હાય તેા બહેતર છે કે ઑફિસના ખર્ચો બંધ કરવા ને જ્યાં ત્યાં કૉન્ફરસની કાલરશીપથી ભણી રહેલ યોગ્ય વિદ્યાર્થીઓ દ્વારા જપત્રપ્રકાશન ચાલુ રાખવુ.' તેમને એ વાત ગમી. એટલે મને કહે કે “ ચાલે, તમે અમારા કાર્યકર્તાઓને સમાવે. આ વખતે મે જોયુ કે ડોકટર સામાજિક ધનને ઉપયોગ જરા પણ નિરર્થક થાય એને સાંખી શકતા નહિ. આ પછી મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાને યુગ આવ્યો. હું એ પ્રસંગે આવતા. ડૉકટર મેધાણી વ્યાખ્યાનમાળા પ્રસંગે પોતાની અનુભવકથા કહે એવી હું માગણી કરતા, પણ તેઓ મને કહેતા કે, મારાથી એ વિષે એલી શકારો નહિ. હું મારું કામ લખીને તેમ જ પ્રત્યક્ષ બનતું કરીને પતાવીશ, ડૉકટરની નિયતા અને ક્રાન્તિકારી બનાવૃત્તિને પચા મને આગળ મળ્યો; ત્યારે હું તેમના પ્રત્યે પ્રથમથી વધારે આકર્ષાયે!.
૧૯૩૩ ના ઉનાળામાં અજમેર મુકામે સ્થા. સાધુ સ ંમેલન હતુ. તે વખતે તેમણે ત્યાં શિક્ષણસમેલન પણ યોજેલું. હું પણુ શિક્ષણુસ’મેલન નિમિત્તે ગયેલા. અજમેરમાં સ્થાનકવાસી સાધુ-સાધ્વીએ ખસા ઉપરાંત મળ્યાં હશે. લાખ ઉપરાંત સ્થાનકવાસીઓની ડ ત્યાં જામેલી, સ્થાનકવાસી પરપરાના પ્રતિષ્ઠિત યાવૃદ્ધ તે વિદ્વાન કેટલાક પૂજ્યે તે મુનિ હતા. સૌમાં પૂજ્ય જવાહરલાલજીનું સ્થાન ઊંચુ ગણાતુ. તેમના અનુયાયીઓ ધૃણા અને સમૃદ્ધ, છતાં એ પૂજ્ય જવાહરલાલજી સામે ડૉ. મેધાણીને ખળવા કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા. પૂજ્ય જવાહરલાલને મુનિ ચૌથમલજી અન્ને એક જ પરંપરાના ને એમ છતાં બન્ને વચ્ચે હિંદુ-મુસલમાન જેટલું અંતર ને કડવાશ, આ અંતર ન સધાય તે અન્નપાણી ન લેવાં એવા સૌંકલ્પથી મુનિ મિશ્રીલાલએ ઉપવાસ આદરેલા. લેકમાં ક્ષેાભ જાગેલો. પૂજ્ય જવાહરલાલજી કેમે કરી નમતું આપે નહિં, ઉપવાસ કરનાર મરે તો તે જાણે પણ તે તે! કાઈ પણ રીતે ચૌથમલજી સાથે માંડવાળ કરવા તૈયાર ન હતા. તેમના અનેક અનુયાયીઓએ તેમને સમજાવ્યા પણુ બધુ હવામાં, આવા કાઈ આઘાતથી સ્વ. દુર્લભજી ઝવેરી જવાહરલાલજીના ભક્ત છતાં તેમની સન્મુખ મૂર્છિત થઈ ગયેલા. ૐ. મેધાણીનો મિજાજ કાબૂમાં ન રહ્યો. આખા સ્થા. સમાજમાં આગેવાન તે માભાદાર ગણાતા એ પૂજ્ય૭ સાન ડૉક્ટર મેધાણીએ જે ઉગ્ર વલણ લીધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org